Western Times News

Gujarati News

ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામની મુલાકાત લેતી તાલુકા આરોગ્યની ટીમ

લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વ આજે લડત આપી રહ્યું છે. ત્યારે દેશ, રાજ્ય અને જિલ્લો પણ કોરોનાની મહામારીને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર પુરી મક્કમતાથી તેનો સામનો કરી જનસુખાકારી માટે અનેકવિધ પગલાં ભરી રહ્યું છે.

જેના ભાગરૂપે તાજેતરમાં ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામે એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડગામના તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે પોઝિટિવ આવેલ દર્દીના ઘરની મુલાકાત લઇને ઘરના સભ્યોને શું સાવચેતી રાખવી તેનું તેમજ સરકારશ્રી દ્વારા વખતોવખત આપવામાં આવતી વિવિધ સૂચનાઓનું પાલન કરવા તેમજ ઘરની બહાર કામ વગર ન જવા અને કામસર બહાર જવાનું થાય તો માસ્ક પહેરીને જ બહાર જવા, વારંવાર સાબુથી હાથ ધોવા જેવી બાબતો અંગે સમજ આપી હતી. તેમજ ગામમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી એન્ટી લારવાલની કામગીરીની ચકાસણી કરી તેનું ક્રોસ ચેકીંગ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.