ખાન પરિવાર સાથે ગાઢ થઈ ગયા છે શહેનાઝના સંબંધો

મુંબઈ, બિગ બોસથી ફેમસ થયેલી શહેનાઝ ગિલ હવે એવી સેલિબ્રિટી બની ગઈ છે કે તેને કેમેરામાં કેદ કરવા મીડિયાના ફોટોગ્રાફર્સ દોડતાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ શહેનાઝ ગિલની તગડી ફેન ફોલોઈંગ છે. શહેનાઝના ફેન્સ તેના પ્રત્યે ખૂબ પ્રામણિક છે. ‘
બિગ બોસ’માં ભાગ લેવાના કારણે શહેનાઝ ગિલનું સલમાન ખાન સાથે બોન્ડિંગ પણ ખૂબ સારું થઈ ગયું છે. હવે એવું લાગે છે કે માત્ર સલમાન જ નહીં તેના પરિવારના સભ્યો સાથે પણ શહેનાઝને સારું ફાવી ગયું છે. શુક્રવારે સલમાનના ભાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની બર્થ ડે પાર્ટી યોજવામાં આવી હતી.
જેમાં શહેનાઝ ગિલ પણ સામેલ થઈ હતી. પાર્ટીમાં શહેનાઝે ખૂબ મસ્તી કરી એટલું જ નહીં અરબાઝ સાથે પણ મજાક-મસ્તી કરતી જાેવા મળી હતી.
સોશિયલ મીડિયા પર શહેનાઝના કેટલાય વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીની બર્થ ડે પાર્ટીમાં શહેનાઝ ગિલ વ્હાઈટ રંગનો આઉટફિટ પહેરીને આવી હતી. જેની સાથે તેણે કાનમાં હૂપ્સ પહેર્યા હતા અને પગમાં બ્રાઉન રંગની હિલ્સ સાથે લૂક પૂરો કર્યો હતો.
જ્યારે જ્યોર્જિયાએ બર્થ ડે પાર્ટી માટે બ્લેક રંગના શોર્ટ થાઈ સ્લિટ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી. સોશિયલ મીડિયા પર શહેનાઝ અને જ્યોર્જિયાના કેટલાય વિડીયો વાયરલ થયા છે. જેમાંથી એક વિડીયોમાં શહેનાઝ પોતાની ખાસ બહેનપણીને કેક ખવડાવતી અને હોઠ ઉપર લાગી જતાં પ્રેમથી લૂછી આપતી જાેવા મળે છે.
બીજાે એક વિડીયો કેક કાપતી વખતનો છે જેમાં જ્યોર્જિયા કેક કાપવા માટે ઊભી છે ત્યારે અરબાઝ શહેનાઝના કાનમાં કંઈક કહે છે અને તે થમ્બસ અપ કરીને વાત સાથે સહમતી દર્શાવે છે. આ વિડીયો જાેતાં એવું જ લાગે છે કે અરબાઝ અને જ્યોર્જિયા સાથે શહેનાઝની મિત્રતા ગાઢ થઈ ગઈ છે. અન્ય એક વિડીયો સામે આવ્યો છે જેમાં શહેનાઝ ગિલ અને જ્યોર્જિયા એક જ કારમાં બેસીને જતાં જાેવા મળે છે.
એ વખતે મીડિયાના ફોટોગ્રાફર્સ શહેનાઝને પૂછે છે કે તારા ફેન્સને કોઈ મેસેજ આપવા માગીશ? ત્યારે શહેનાઝ કહે છે, “મારા ફેન્સ મારી આર્મી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શહેનાઝ ગિલ ખાન પરિવારની ખૂબ નિકટ આવી ગઈ છે.
થોડા દિવસ પહેલા સલમાનની બહેન અર્પિતા ખાનના ઘરે ઈદ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ શહેનાઝ સામેલ થઈ હતી. એ વખતે પણ સલમાન તેને કાર સુધી મૂકવા આવ્યો હતો તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ સિવાય શહેનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં પણ જાેવા મળશે. અરબાઝ અને જ્યોર્જિયાની વાત કરીએ તો તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશીપમાં છે. જ્યોર્જિયા ઈટાલિયન ડાન્સર અને એક્ટ્રેસ છે. જણાવી દઈએ કે, અગાઉ ૧૯૯૮માં અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા.SS1MS