ખારી નદીમાં છોડાતા ગટરના ગંદા પાણીમાં મ્યુનિસિપલની મીલીભગત
(એજન્સી) અમદાવાદ, કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેકેેટ વિભાગે ખારી નદીમાં આપવામાં આવેલા ્ડ્રેનેજ કનેકશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) એ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
જીપીસીબીના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે હાથીજણ ખારી નદીમાં વસ્ત્રાલ નાની કેનાલ રામોલ ટોલટેક્ષથી ગેરકાયદેે ગંદુ પાણી છોડવામાં આવતા હાથીજણથી મેમદપુરા સુધી રહેતા લોકો ભારે પરેશાન થઈ ગયા છે. આ બાબતે કેટલાંક લોકોએ ફરીયાદ કરી હતી.
ફરીયાદના સંદર્ભમાં જીપીસીબીની ટીમે સ્થળ તપાસ કરતા કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે એસ્ટેેટ, ફલેટ અને અન્ય સ્કીમોનુૃં ગંદુ પાણી ગેરકાયદે રીતે પંપીંગ કરી ખારીકટમાં ઠાલલવામાં આવતુ હોવાનુૃ જાણવા મળ્યુ હતુ.
આ પાણી શ્રેય એકઝોટીકા ફલેટ, વસ્ત્રાલથી નાની કેનાલ રોડ, રામોલ રીંગ રોડ ટોલેટેક્ષ સામે ખારીકટમાં ઠલવાતુ હતુ. ગટરનું ગંદુ પાણી બંધ કરવા અને ત્વરીત કાર્યવાહી કરવા મ્યુનિસિપલના સ્થાનિક અધિકારીઓનેે તાકીદ કરાઈ હતી. જીપીસીબી દ્વારા આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
દક્ષિણ ઝોનમાં વટવા વોર્ડમાં બારોટવાસ જે દેવીમાતા મંદિર તરફ ગામતળનો રસ્તો છેલ્લા વર્ષથીબિસ્માર હાલતમાં છે. સ્થાનિક લોકોએ પાકો રસ્તો બનાવવા માટે વોર્ડના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરી છે.