ખાલિયા જિયાએ મને મારવાનું કાવતરૂ રચ્યું હતું: શેખ હસીના
ઢાકા, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે બીએનપી નેતા ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારીક રહમાન ઢાકામાં ૨૦૦૪ના થયેલા ગ્રેનેડ હુમલામાં તેમને મારવા ઇચ્છતા હતાં હસીનાનું આ નિવેદન ૨૧ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ થયેલા હુમલાી ૧૬મી વરસી પ્રસંગે લોકોને સંબોધિત કરતા આવ્યું હતું હુમલો ઢાકાના બંગબંધુ એવન્યુમાં આવામી લીગ દ્વારા આયોજિત આતંકવાદી રોધી રેલીમાં કરવામાં આવ્યું હતું.
આ હુમલામાં ૨૪ લોકોના મોત થયા હતાં જેમાં મહિલા આવામી લીગની તે સમયની અધ્યક્ષ અને દિવંગત રાષ્ટ્રપતિ જિલ્લુર રહમાનની પત્ની ઇવી પણ સામેલ હતી હુમલામાં ૫૦૦થી વધુ લોકોને ઇજા થઇ હતી. તેમણે કહ્યું કે ખાલિયા જિયા અને તેનો મોટો પુત્ર તારીક રહેમાન બંગબંધુ એવન્યુમાં ગ્રેનેડ હુમલામાં મને મારવા માંહતા હતાં આ રેલી સિલહટમાં તે સમયના બ્રિટિશ ઉચ્ચાયોગમાં બોમ્બ હુમલા અને દેશમાં અન્ય ૫૦૦થી વધુ જગ્યાઓ પર હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી રહી હતી હું તેમનો મુખ્ય ટાર્ગેટ હતી.
હસીનાએ કહ્યું કે બોમ્બ હુમલા પહેલા તેમને કહ્યું હતું કે આવામિી લીગ ૧૦૦ વર્ષો માટે સત્તામાં આવવા માટે સક્ષમ નહી હોય વડાપ્રધાને આરોપ લગાવ્યો કે હત્યાઓ કરવાની તેમની આદત છે કારણ કે દેશની આઝાદી અને લિબરેશન વોર સ્પ્રિટમાં વિશ્વાસ ધરાવતા નથી સત્તા તેમના માટે ભ્રષ્ટાચાર દ્વારા પૈસા કમાવવાનું ઓજાર છે.
૨૦૦૪ના જધન્ય હુમલાને યાદ કરતાં હસીનાએ કહ્યું કે તે સમય બીએનપી જમાત સરકારે આતંકવાદીઓને એકત્રિત કર્યા અને આ પ્રકારે હુમલા માટે ટ્રેનિંગ આપી તેમણે આતંકવાદીઓને વિદેશ ભાગી જવાની સુવિધા પુરી પાડી . તેમણે કહ્યું કે તત્કાલિન બીએનપી જમાત સરકારને લાગ્યું કે હું ગ્રેનેડ હુમલામાં મરી જઇશ પરંતુ જયારે ખબર પડી કે હું બચી તો તેમણે આતંકવાદીઓને અહીથી ભાગવાની પરવાનગી આપી હુમલા બાદ પોલીસે ટીયર ગેસ છોડયા અને આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓને બચાવવાના બદલે તેમના પર લાઠીચાર્જ કર્યો.HS