Western Times News

Gujarati News

ખાલિસ્તાનની ધમકી બાદ હિમાચલના મુખ્યમંત્રી ઠાકુરની સુરક્ષા વધારાઇ

શિમલા: ખાલિસ્તાનનીઓએ હિમાચલના મુખ્યમંત્રીને ધમકી આપવામાં આવી છે આ ધમકી બાદ મુખ્યમંત્રીની સુરક્ષા વધારવામાં આવી પોલીસે હવે સીએમની સિક્યોરિટીમાં વધારો કર્યો છે. સાથે કેન્દ્રીય મંત્રીઓના હિમાચલ પ્રદેશના પ્રવાસ પર તેમને પણ વધારાની સુરક્ષા પુરી પાડવામાં આવશે. હકિકતમાં ઓસ્ટ્રોલિયાના ન્યૂકૈસલે એક નંબરથી સ્થાનિક પત્રકારોને એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પંજાબનો ભાગ હતો. તેવામાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ૧૫ ઓગસ્ટે તિરંગો ફરકાવવા નહીં દેવામાં આવે. આ મામલાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે.

હિમાચલ પોલીસે એક નિવેદન જારી કરતા કહ્યું છે કે મામલાની તપાસ સીઆઈડીના સાઈબર સેલને સોંપવામાં આવી
છે. ત્યારે રાજ્યના રાજ્યપાલ, સીએમ જયરામ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુરની સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે ૧૫ ઓગસ્ટ પહેલા રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વાહનોની ચેકિંગ કરવામાં આવશે. સાથે કેન્દ્રીય એજન્સીઓ સાથે મામલાની જાણકારી શેર કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસને લઈને અતિરિક્ત સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થા કાયમ રાખવા માટે ઉપાય કરવામાં આવ્યા છે. શિમલના એસપી મોહિત ચાવડાએ કહ્યું કે મામલાની જાણકારી મળી છે અને તે સંવેદનશીલ હોવાને કારણે કંઈ નથી કરી શકતા.

સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે તેમણે હાલમાં આ અંગે પૂર્ણ જાણકારી નથી. પરંતુ જાે તેમ છતાં કોઈએ ૧૫ ઓગસ્ટના પ્રસંગે તિરંગો ન ફરકાવવાની ધમકી ભરેલો ઓડિયો મેસેજ વાયરલ કર્યો છે. તો આ મામલાની તપાસ એજન્સી સાથે વાત કરી મેસેજ મોકલનારને શોધવામાં આવશે.

ત્યારે તેમણે કહ્યું કે ત્યાં કાર્યક્રમ થશે. ત્યાં ઝંડો ફરકાવશે. તેની સાથે સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે ચંદીગઢ- મનાલી નેશનલ હાઈવે -૨૧ પર વાહનો પર ખાલિસ્તાની સંગઠનનોનો ઝંડો લગાવીને ચાલી રહેલા બહારના વાહનોની ચિંતા વ્યક્ત કરી છે. સીએમે આ રીતે મામલાને ગંભીરતાથી લેતા ઉંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ અપાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.