Western Times News

Gujarati News

ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાનનો હાથ: ભારત કેનેડા માટે ખતરો: રિપોર્ટ

નવીદિલ્હી, પંજાબમાં અનેક વર્ષો સુધી ખાલિસ્તાનની આતંકવાદીઓએ પોતાનો પગપેસારો કર્યો અને રાજયની શાંતિને ખતમ કરવા માટે ભરપુર પ્રયાસ કર્યો તેના કારણે પંજાબ ઉપરાંત અન્ય દેશોમાં પણ ખતરો ઉભો થઇ ગયો હવે કેનેડાથી એક રિપોર્ટ સામે આવ્યો કે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને ઉભા કરવામાં પાકિસ્તાનનો મોટો હાથ રહ્યાં પાકિસ્તાને ખાલિસ્તાનને પ્રોત્સાહન આપ્યું જેની અસર ભારતની સાથોસાથ કેનેડામાં પણ પડી.

મેકડોનાલ્ડ લોયર ઇન્સ્ટીટયુટના રિપોર્ટ ખાલિસ્તાન ધ પ્રોજેકટ ઓફ પાકિસ્તાનમાં જણાવવામાં આવ્યું છે કે ખાલિસ્તાન મુવમેન્ટ ભારત કેનેડા માટે ખતરો બની ગયો છે દશકોથી કેનેડામાં ખાલિસ્તાન સમર્થક સમૂહો પર નજર રાખનારાઓ દિગ્ગજ પત્રકાર ટેલી મિલ્વાઇસ્કીમના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સમર્થનવાળા ખાલિસ્તાન સમૂહ કેનેડામાં ચરમપંથીઓનું સમર્થન કરે છે જેમાં આતંકવાદીઓ પણ સામેલ છે.

જાે કે કેનેડા સરકાર પહેલા જ કહી ચુકયા છે કે તેઓ ખાલિસ્તાન પર નવેમ્બરમાં યોજાનારા તથાકથિત જનમત સંગ્રહને શીખ ફોર જસ્ટિ જેવા સમૂહો દ્વારા માન્યતા નહીં આપે જેને ૨૦૧૯માં ભારત દ્વારા પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આ પગલુ ઓકસીજન પ્રદાન કરે છે જે ચરમપંથી વિચરધારાઓને પ્રોત્સાહન આપે છે.
રિપોર્ટને લઇ કેનેડાના પૂર્વ કેબિનેટ મંત્રી ઉજજવલ દોસાંઝ અને ટેન્કના પ્રોગ્રામ ડાયરેકટર શુવાલોય મજુમદારે કહ્યું કે મિલવસ્કીનો આ રિપોર્ટ ખાલિસ્તાન આંદોલનમાં પાકિસ્તાનના સમર્થનને સમજવા માટે ઘણો અગત્યનો છે આ ઉપરાંત દુનિયાના બે સૌથી અગત્યના લોકતંત્રમાં ચરમપંથ અને આતંકવાદના કેમ્પને સમજવા માટે પણ સારો રિપોર્ટ છે.

એ યાદ રહે કે જસ્ટિન ટુડો સરકારે ૨૦૧૫-૧૯ દરમિયાન પોતાના કાર્યકાળમાં ખાલિસ્તાન સમર્થક સમૂહો પ્રત્યે કહેવાતું નરણ વલણ દર્શાવ્યું હતું જેના કારણે ભારત કેનેડાના સંબંધોમાં ખટાશ આવી હતી કેનેડામાં લિબરેશન પાર્ટીની સરકારે ખાલિસ્તાન સમર્થક સમૂહોની ગતિવિધિઓને મંજુરી આપવા પાછળનું એક મોટું કારણ અભિવ્યક્તિની આઝાદી ગણાવ્યું હતું પોતાના રિપોર્ટમાં મિલવસ્કીએ ખાલિસ્તાની આંદોલનનને પુનર્જીવિત કરવાના પાકિસ્તાનના પ્રયાસો વિષે વિસ્તારપૂર્વક જણાવ્યું છે તેઓ લખે છે કે કોઇ ફરક નથી પડતો કે ખાલિસ્તાન આંદોલન ભારતમાં કેટલું ઓછું છે કારણ કે તે હજુ પણ પાકિસ્તાનમાં સક્રિય છે જયાં તેઓ ભારતની વિરૂધ્ધ શીખ અલગતાવાદીઓ સાથે કામ કરી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.