ખાલિસ્તાની-પાકિસ્તાની શબ્દ પ્રયોગ અયોગ્ય: ટિકૈત
નવી દિલ્હી, હરિયાણામાં મંગળવારે યોજાનારી મહાપંચાયત પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, ખેડૂતો આ વખતે અધિકારીઓ સાથે વાતચીત કરશે. અમે ઈચ્છીએ છે કે, ૨૮ ઓગસ્ટે થયેલા લાઠીચાર્જમાં જેમનુ નુકસાન પહોંચ્યુ છે તેવા પરિવારનો વળતર આપવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે, સરકાર ઈન્ટરનેટ બંધ કરશે તો લોકો નહીં આવે તેવુ સરકાર વિચારતી હોય તો તે ખોટુ છે.
સરકાર ઈચ્છે તો કૃષિ કાયદાઓ પર વાતચીત માટે વાતાવરણ ઉભુ કરી શકે છે. ટિકૈતે કહ્યુ હતુ કે, અમે હરિયાણા જઈએ છે તો ત્યાંના મુખ્યમંત્રી અમને બહારના છે તેમ કહે છે. જાે વડાપ્રધાન ઉત્તરપ્રદેશમાં બહારના નથી તો અમે હરિયાણા અને ગુજરાતમાં બહારના કેવી રીતે થઈ ગયા.
સરકારી તાલિબાન શબ્દ પર ટિકૈતે કહ્યુ હતુ કે, જે શબ્દો પર પ્રતિબંધ છે તેનો ઉપયોગ સરકારે કરવો જાેઈએ નહીં.અમે તેમને સરકારી તાલિબાન કહ્યુ તો તેમને દુખ થયુ પણ સરકારે પણ અમારા માટે ખાલિસ્તાની અને પાકિસ્તાની શબ્દનો ઉપયોગ કરવો જાેઈએ નહીં.
મુઝફ્ફરનગરમાં હર હર મહાદેવ અને અલ્લાહુ અકબરના નારા પર ટિકૈતે કહ્યુ હતુ કે, આપણે દરેક ધર્મનુ સન્માન કરવાની જરૂર છે. આવુ ના કરવાનુ હોય તો સંવિધાનની જરૂર જ નથી. જાે કોઈને આપત્તિ હોય તો તે જાહેર કરે કે મુસ્લિમો જે અનાજ ઉગાડશે તે અમે નહીં ખાઈએ.SSS