ખાલી પેટે દારુ પીતા જ 27 વર્ષની ફિટનેસ ફ્રિક યુવતીનું મોત
બ્રાઇટનઃ ફિલ્મો કો જાહેરાતોમાં જ્યારે પમ દારુના સેવનનું દૃશ્ય આવે કે તરત જ ડિસ્કલેમર આવે છે. દારુનું સેવન હાનિકારક છે. આ વાતને પુરવાર કરતો એક કિસ્સો ઇંગ્લેન્ડના બ્રાઇટન શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં 27 વર્ષની Alice Burton Bradford નામની યુવતીનું દારુ પીધા બાદ તાત્કાલિક મોત થઇ ગયું. તેને હોસ્પિટલ લઇ જવાનો મોકો પણ ન મળ્યો. નવાઇની વાત એ છે કે એલિસ બહુ ફિટનેસ ફ્રિક હતી. મેટ્રો ન્યૂઝ મુજબ ઇંગ્લેન્ડના દક્ષિણ કાંઠાના શહેર બ્રાઇટનની એક જૂનની આ ઘટના છે. રિપોર્ટ મુજબ એલિસ ખાલી પેટે દારુ પીધો હતો. તેની સાથે જ તેના ઘરના ગાર્ડનમાં Alcoholic Ketoacidosisને કારણે તેનું મોત થઇ ગયું.
એલિસના મિત્રોએ મીડિયાને જણાવ્યું કે એલિસ દારુ પીતી નહતી. તે બહુ ફિટનેસ ફ્રિક હતી. હંમેશા સાયક્લિંગ અને રનિંગ પર તેનું ફોકસ હતું. તેણે ઘણી મેરેથોનમાં ભઆગ લીધો હતો. રનિંગ ગ્રુપની સભ્ય પણ હતી. એલિસને 8 વર્ષથી ઓળખતા Aaron Mulvay જણાવે છે કે સમજાતુ નથી આ કેવી રીતે થઇ ગયું. બહુ આશ્ચર્યની વાત છે. કારણ કે એલિસ ખાવામાં પણ ચુઝી હતી. બહુ લિમિટેડ ભોજન લેતી હતી.
આરોને અલિસના અચાનક મોતની જાણ ફેસબુક પર કરતા જણાવ્યું કે એલિસ પોતાના પાલતુ શ્વાનને લઇ રોજ બહાર જોગિંગ પર જતી હતી. સાથે રનિંગ પણ કરતી હતી. એલિસને સાઇક્લિંગનો પણ બહુ શોખ હતો. લોકડાઉનને કારણે તેના કોઇ પણ મિત્ર એલિસના અંતિમ સંસ્કારમાં જઇ શક્યા નહીં. આરોન હવે એલિસની યાદમાં બ્રાઇટનમાં એક સિટિંગ બેન્ચ બનાવવા માંગે છે. જેના માટે તે ફંડ ઉઘરાવી રહ્યો છે. અત્યાર સુધી તેને 3200 પાઉન્ડ મળી ગયા છે.