Western Times News

Gujarati News

ખાવાનું બનાવવાની ના પડતાં પતિએ પત્નીની હત્યા કરી

પ્રતિકાત્મક

કંક્સા, પરિવારમાં થતાં ઝઘડામાં આવેશમાં આવીને પાર્ટનર ના કરવાનું કરી બેસતા હોય છે, ક્ષણીક આવેગમાં આવ્યા બાદ આકરું પગલું ભરી લેવામાં આવતું હોય છે, આવી જ એક ઘટના બની છે જેમાં પતિ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં એણે જે કહ્યું તે સાંભળીને પોલીસ સીધી તેના ઘરે પહોંચી ગઈ અને ભારે ઝાટકો લાગ્યો હતો. આ કેસમાં આરોપી ૩૩ વર્ષના શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

ઘટના પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળના પૂર્વ બુર્દવાનમાં આવેલા કંક્સામાં ૩૩ વર્ષના બેંક અધિકારીએ રવિવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે, પોતાના કૂતરાના પટ્ટાથી પત્નીનું ગળું દાબીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ સાંભળીને પોલીસની ટીમ તાત્કાલિક તેના એપાર્ટમેન્ટ પર પહોંચી તો જાેયું કે એક યુવતી બેભાન અવસ્થામાં પડી હતી, જેની ઓળખ ઈપ્સિતા પ્રિયદર્શન તરીકે થઈ છે, જે રૂમમાં ભોંય પર મૃત હાલતમાં પડી હતી.

પોલીસે આ ઘટનામાં આરોપી બિપલબ પરીદાની ધરપકડ કરી લીધી છે. બિપલબ કે જે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો, અને તેના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આ કપલ ઓડિશાના કટકનું હતું અને અહીં ભાડે રહેતું હતું. બિપલબે જણાવ્યું કે ઈપ્સિતા ખાવાનું બનાવવાની અને સાફ સફાઈ કરવાની ના પાડતી હતી.

આ પછી આગળ બિપલબે જણાવ્યું કે પત્ની વારંવાર પોતાના પિયર જતી રહેતી હતી અને કોલકાતામાં ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરવાની જીત પકડીને બેઠી હતી. આ પછી તેણે આવેશમાં આવીને પત્નીની હત્યા કરી નાખી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

બીજી તરફ ઈપ્સિતાના પિતાએ દીકરી પર પતિએ તેના પર લગાવેલા આક્ષેપોને ફગાવીને જણાવ્યું કે, બિપલબ નવો ફ્લેટ ખરીદવા માટે ૩૫ લાખ રૂપિયા દહેજમાં માગી રહ્યો હતો અને તેના કારણે જ તેણે મારી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસે આ કેસમાં આરોપી બિપલબ સામે આઈપીસીની કલમ ૪૯૮એ, ૩૦૪બી અને ૩૦૨ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે ઈપ્સિતાના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પાનગઢમાં આવેલા હેલ્થ સેન્ટર પર મોકલ્યો હતો, અહીં ડૉક્ટરોએ યુવતીનું મોત કુદરતી રીતે ના થયું હોવાનું જણાવ્યું હતું. આ પછી ઈપ્સિતાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.