ખાસ ફરજ પરના અધિકારીએ સતત 40 દિવસ થી ખડેપગે કાર્યરત તબીબી ટીમોને ધન્યવાદ આપ્યા
વડોદરા, (શુક્રવાર) ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના સંકટ વચ્ચે સારવાર અને આરોગ્ય લાભ માટે સતત 40 દિવસથી ખડેપગે કાર્યરત તબીબી ટીમો અને સહાયક આરોગ્ય કર્મચારીઓને ધન્યવાદ આપ્યા છે. ડો.રાવે આજે એસ.એસ.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તેમજ ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબી અધિક્ષકો અને ડીનશ્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કોવીડ ની સારવાર વિષયક પહેલોની સમીક્ષા કરવાની સાથે 40 દિવસ થી ચોવીસે કલાક અને સાતેય વાર સારવાર સેવા આપી રહેલા તબીબો અને સહાયક આરોગ્ય કર્મચારીઓની સંનિષ્ઠ સેવાને બિરદાવી હતી.