ખાસ ફરજ પરના અધિકારીએ સરકારી હોસ્પિટલોમાં ઓકસીજન પુરવઠાની કરી સમીક્ષા
વડોદરા, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને વિસ્તરણ એકમ સમરસ હોસ્પિટલ ની મુલાકાત લઈને પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું કે સયાજી હોસ્પીટલમાં 765 અને સમરસ માં 475 દાખલ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. તેમણે સરકારી હોસ્પિટલોમાં ઓકસીજન ના અવિરત પુરવઠા,રીફિલીંગ અને વિતરણ ની વિગતવાર સમીક્ષા કરી હતી.
રેમદેસિવિર ની ફાળવણી: આજે 193 હોસ્પિટલો ને 1100 ડોઝ ફાળવવામાં આવ્યા…
વડોદરા, નોડલ અધિકારીઓ ની દેખરેખ હેઠળ કોવિડ ના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમદેસીવિર ઇન્જેક્શન ની માન્ય ખાનગી હોસ્પિટલો ને ફાળવણી કરવામાં આવી રહી છે.
આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી શ્રી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે આજે 193 હોસ્પિટલો ને 1100 ડોઝ ફાળવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ 37566 ડોઝ ફાળવી દેવાયા છે.