ખીરી હિંસા કેસમાં આશીષ પાંડે-લવ કુશની ધરપકડ કરાઈ

લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મામલે આશીષ પાંડે અને લવ કુશને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંને સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટનામાં આશીષ પાંડે અને લવ કુશ સામેલ હતા અને બંને ઘાયલ થયા હતા. બંને સાથે આઇજી રેંજ પૂછપરછ કરી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી કારતૂસ પણ મળ્યા હતા. કારતૂસની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.
લખીમપુર ખીરીની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે પણ સખત ઝાટકણી કાઢી છે. કોર્ટે સખત વલણ અપનાવતાં યૂપી પોલીસની સક્રિયતા વધતી જાેવા મળી રહી છે. પોલીસે આશીષ પાંડે અને લવ કુશના નામના બે આરોપીઓની ધરપકડ કરી દીધી છે. બંને પર તે ગાડીમાં હાજર રહેવાનો આરોપ છે જે જીપ થારની પાછળ પાછળ ચાલી રહી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે જીપ થાર કેટલાક લોકોને કચડતાં આગળ વધી રહી છે. આ મુદ્દો સામે આવ્યા બાદ રાજકારણ ગરમ થઇ ગયું છે, સાથે જ ભાજપ સાંસદના પુત્રની ધરપકડની માંગ તેજ બની ગઇ છે. આ પહેલાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લખીમપુર કાંડના દોષીઓને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી, ન્યાય કેવી રીતે મળશે જાે તે ગૃહરાજ્ય મંત્રી રહેશે.
આ બધુ તેમના અંડર આવે છે. જ્યાં સુધી તે સસ્પેંડ નહી કરે અને જ્યાં સુધી છોકરાની ધરપકડ નહી થાય ત્યાં સુધી બિલકુલ અડગ રહેશે કારણ કે હું તે પરિવારોને વચન આપ્યું છે. સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત જજની અંડર તપાસ થવી જાેઇએ. નૈતિક આધાર પર મંત્રી રાજીનામું આપે.SSS