ખીલોડિયા ગામે પત્નીની હત્યા કરનારો પતિ જેલમાં ધકેલાયો ચાર બાળકો બન્યા નોંધારા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/02-13-1024x1250.jpeg)
એક તરફ વિશ્વભરમાં કોરોના કાળ ચાલી રહ્યો છે તેવામાં લોકો જીવન બચાવવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેવા કપરા સમયમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામે હત્યા નો બનાવ સામે આવ્યો છે જેમાં પત્નીના ચરિત્ર પર વહેમ રાખી પતિ એજ ધારીયા ના ઘા મારી મહિલા ને ગંભીર રીતે ઘાયલ કરતા મહિલા ને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ધનસુરા પોલીસે ને કરવામાં આવતા ધનસુરા પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.
માતાની હત્યા બાદ પિતા જેલમાં ધકેલાયો ચાર બાળકો બન્યા નોંધારા
ખીલોડિયા ગામે બનેલી હત્યાની ઘટના બાદ ધનસુરા પોલીસે આરોપી પતિ ને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.પરંતુ ચાર બાળકો હવે નોંધારા બન્યા છે.એક તરફ કોરોના કાળ માં લોકો એકબીજા ની નજીક જતા ગભરાઈ રહ્યા છે તેવા કપરા સંજોગોમાં ચાર બાળકો એ માતા ગુમાવ્યા બાદ પિતા જેલ માં જતા ચારેય બાળકો નોંધારા બન્યા છે.નાનાબાળકોના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.ચાર માંથી એક સંતાન દિવ્યાંગ હોવાનું પણ સામે આવ્યું છે.
ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી બાળકોનો ઉછેરકરવા શિકા ગામના યુવકો એ કરી પહેલ
નોંધારા બનેલા ચારેય બાળકો નું ભવિષ્ય ન જોખમાય અને બાળકોનો એક સાથે ઉછેર થાય તે માટે શિકા ગામના પ્રજાપતિ સમાજના યુવાનો એ શિકા ખાતે ચાલતા ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી બાળકોનો યોગ્ય રીતે ઉછેરથાય તે માટે પહેલ કરવામાં આવી છે.