Western Times News

Gujarati News

ખીસ્સા ખર્ચના રૂપિયા માંગીને કરવામાં આવી યુવાનની હત્યા

મોરબી, ખીસ્સા ખર્ચના રૂપિયા માંગીને કરવામાં આવી યુવાનની હત્યા. આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી શહેરની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા એક શખ્સના ઘરે તેનો મીત્ર આવ્યો હતો. તેના મિત્રએ તેની પાસે ખીસ્સા ખર્ચના રૂપિયા માંગ્યા હતા.

જે રૂપિયા આપવાની યુવાને ના પાડતાં રૂપિયા માંગનારા શખ્સે તેને ગાળો આપી બાદમાં યુવાનને પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી યુવાનનું મોત નિપજયું હતું. હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ આદરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ વિનોદભાઇ મકવાણાના ઘરે તેનો ભાઈ પ્રદીપ વિનોદભાઇ મકવાણા (૩૦) રહે. ઇન્દિરાનગર સોસાયટી મહેમાન બની આવ્યો હતો. તેનો મિત્ર કેવલદાસ નટવરદાસ રાબડીયા તેની પાસે આવ્યો હતો અને ખીસ્સા ખર્ચ માટે રૂપિયાની માંગણી કરી હતી.

જાે કે પ્રદીપે ના પાડતા કેવલે પ્રદીપને ગાળો આપી હતી. પ્રદીપે તેને ગાળો આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલી છરી વડે પ્રદીપને પીઠમાં છરાના ઘા માર્યા હતા.

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં પ્રદીપને કેવલદાસે છરી મારી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વધારે સારવાર માટે પ્રદીપને રાજકોટ લઈને જતાં હતા ત્યારે તેનું રસ્તામાં જ મોત નીપજયું હતું.

જેથી કરીને હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ સંદીપની ફરિયાદના આધારે કેવલદાસ નામના શખ્સની સામે પ્રદીપની હત્યાનો ગુનો નોંધીને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

હાલમાં મોરબીમાં યુવાનની હત્યા મુદે પોલીસે મૃતક યુવાનના ભાઈની ખાતે ફરિયાદ લઈને આરોપીને રાઉન્ડઅપ કર્યો છે. જાે કે, સમાજ માટે ચિંતાનો વિષય છે કે, મિત્રએ ખિસ્સા ખર્ચ માટે રૂપિયા આપની ના કહી તેવી નજીવી વાતમાં યુવાનની હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના સહિત છેલ્લા છ માહિનામાં મોરબી જીલ્લામાં હત્યાના દસ જેટલા બનાવો બનેલા છે અને નજીવી વાતમાં હત્યાનો સિલસિલો મોરબી જીલ્લામાં કયા સુધી યથાવત રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.