ખુંખાર આરોપી મિર્ઝાપુર કોર્ટમાં પોલીસને ધક્કો મારી ફરાર
ચોંકી ઉઠેલા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલીક આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ
અમદાવાદ : સામાન્ય પ્રજા પર ઉપર ધોસ જમાવતા પોલીસ કર્મચારીઓ જાપ્તામાંથી આરોપીઓ ભાગી જવાના કિસ્સા છાશવારે બહાર આવે છે આવો જ એક ચકચારી બનાવ ગઈકાલે મિર્ઝાપુર કોર્ટમાં બન્યો હતો. મૂળ મહેસાણાનાે રીઢાે ગુનેગારને ભાગી છૂટ્યા હતો જ્યારે પોલીસ પકડો પકડોની બુમા પાડતી રહી હતી
આ ઘટનાને પગલે પોલીસ સમગ્ર રાત દરમિયાન ગુનેગારની શોધખોળ ચલાવી છે. કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હિસ્ટ્રીશીયટ આરોપી અજય રમેશજી ઠાકોર કુડાળ રાવળવાસ કડી મહેસાણા ને લઈને ગઈકાલે મિર્ઝાપુર કોર્ટમમા આવ્યા હતા જ્યા ગ્રામ્ય કોર્ટમાં સીબીઆઈ કોર્ટનં ૧ માં તેને રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા તેને સાબરમતી જેલ મુકવાનો આદેશ અપાયો હતો જેના પગલે જેલનું વોરેટ મહીને સીઆરડી પ્રકાશકુમાર રધુભાઈ રબારી તથા અન્ય અજય ઠાકોરે લઈને બહાર નીકળતા હતા
એ વખતે પોણા બે વાગ્યા સુમારે કોર્ટના પરીસરમા ખૂબ જ ભીડ હોઈ તેનો લાભ ઉઠાવી અજયે પ્રકાશકુમારને ધક્કો મારતા તે પગથીયા ઉપર જ ફસડાઈ પડ્યા હતા જ્યારે આરોપી ભીડનો લાભ લઈ જાેતજાેતામાં ગાયબ થઈ ગયો હતો પ્રકાશકુમારે તેને પકડવા બુમાબુમ કરી મુકી હતી જા કે તેને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા બાદમા પ્રકાશકુમારે શાહપુર પોલીસ સ્ટેશને અજય વિરુદ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે રાતભર તેની શોધખોળ ચલાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અજય સાથે જુદા જુદા શહેરોમા ચાલીસથી વધુ ગંભીર ગુના નોધાયેલા છે .