ખુન કેસમાં સોરણાના આરોપીઓને આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો
(પ્રતિનિધિ) નડિયાદ, બનાવની વિગત એવી છે કે આરોપીઓ (૧) જશવંતસિહ લક્ષ્મણસિંહ ઝાલા, (ર) દિલુબેન જશવંતસિહ ઝાલા (૩) કિશનસિંહ જશવંતસિહ ઝાલા, (૪) ભુપતસિંહ ઉર્ફે રાજેશભાઈ જશવંતસિંહ ઝાલા તમામ રહે. સોરણા, તા.કપડવંજ જી. ખેડાનાઓએ તા.૧૬.૭.ર૦૧૭ ના રોજ કલાક-૧૮-૦૦ વાગે મોજે સોરણા ગામે ફરીયાદી નિશાંતસિંહ જગતસિંહ ઝાલાના પિતા જગતસિહ લક્ષ્મણસિંહ ઝાલાને પોતાની ૧(એક) વીઘો જમીન કે જે આરોપીઓને ગીરો પેટે આપેલ તે જમીન પરત માગતા જમીન પરત નહી આપવા સારૂ મરણજનાર જગતસિંહને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપી જશવંતસિહનાએ પોતાના હાથમાંની લાકડી જમણા હાથે મારી તેમજ બાકીના આરોપીઓએ મરણજનારને પેટના ભાગે લાકડીઓ મારી ગંભીર ઈજાઓ કરતાં અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મરણ ગયેલ. આરોપીઓએ મરણજનાર જગતસિંહનું મોત નીપજાવી સાપરાધ મનુષ્યવધ ખુન કરેલ જે મતલબની ફરીયાદ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધી આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોઈ ચાર્જશીટ કરવામાં ાવેલ. સદર ગુનાનો સેસન્સ કેસ નં.૯૭/૧૭ થી ખેડા જીલ્લ્ની રજા એડી. સેસન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે સરકાર તરફે સરકારી વકીલ પ્રેમ. આર. તીવારીનાઓએ નામ. કોર્ટમાં દસ્તાવેજી લીસ્ટ કુલ – ર૦ તથા મૌખીક પુરાવાઓ કુલ-૧૪ ફરીયાદ પક્ષે સરકારી વકીલશ્રીએ રજુ કરેલા સદર કેસમાં ફરીયાદ પક્ષ તરફે સરકારી વકીલ પ્રેમ.આર. તીવારીનાઓની દલીલોને ગ્રાહયરાખી ખેડા જીલ્લાના મહે. એડી. સેસન્સ જજ ડી.આર.ભટ્ટે આરોપી (ર) દિલુબેન જશવંતસિહ ઝાલા (૩) કિશનસિંહ જસવંતસિહ ઝાલા (૪) ભુપતસિંહ ઉર્ફે રાજેશભાઈ જસવંતસિહ ઝાલા તમામ રહે. સોરણા તા. કપડવંજ નાઓને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.૧૦,૦૦૦નો દંડ દંડની રકમ ના ભરે તો વધુ ૬- છ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે જયારે આરોપી નં.૧ જવસંતસિહ લક્ષ્મણસિંહ ઝાલા નાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.*