Western Times News

Gujarati News

ખુબસુરત એન્જેલિના ફરી એકવખત ડેટ પર

લોસએન્જલસ, હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને અનેક સામાજિક કાર્યો સાથે જાડાયેલી એન્જેલિના જાલી ફરી એકવાર પ્રેમમાં પડી હોવાના હેવાલ મળી રહયા છે. જો કે આને લઇને કોઇ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યુ નથ્થી. પ્રાપ્ત માહિતી મુજબ જાલી માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે ઇચ્છુક છે. જોલી હવે એક રિયલ એસ્ટેટ એજન્ટની સાથે પ્રેમમાં પડી છે. સુત્રોએકહ્યુ છે કે ૪૩ વર્ષીય જાલી પોતાના સંબંધને ખુબ ગુપ્ત રાખી રહી છે. તે પોતાની મિત્રને કહી ચુકી છે કે તે કોઇની સાથે ડેટ પર જવા માટે તૈયાર નથી. જા કે તે હવે ખુબ ખુબસુરત પરંતુ મોટી વયની વ્યક્તિના પ્રેમમાં છે. પ્રોફેશનની દ્રષ્ટિએ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે છે. તે કોઇ સેલિબ્રિટી નથી. સાથે સાથે તે કોઇ રીતે હાઇ પ્રોફાઇલ પણ નથી. સુત્રોએ કહ્યુ છે કે જાલી અને બ્રાડ પીટ પણ પોતાના સંબંધના ગાળા દરમિયાન કોઇ વાત જાહેર કરતા ન હતા. જાલી બ્રાડ પીટ સાથે સંબંધ તુટી ગયા બાદ ખુબ મુશ્કેલ સ્થિતિમાં હતી. હવે સારો સમય ગાળવા માટે તે એક પુખ્ત વયની વ્યક્તિની સાથે નજરે પડી રહી છે.

જોલી કહે છે કે તે લાઇફના મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવા માટે મથામણ કરી રહી છે. બ્રાડ પીટ અને જાલીને ચાહકો ફરી સાથે જાવા માટે ઇચ્છુક છે. જા કે હવે આ બાબત ક્યારેય શક્ય બનનાર નથી. બ્રાડ પીટ અને જાલી વચ્ચેના સંબંધ હવે ખુબ ખરાબ થઇ ચુક્યા છે. હવે એક રૂમમાં બન્ને સાથે રહેવાની સ્થિતિમાં નથી. બીજી બાજુ છુટાછેડાના ભાગરૂપે તેમની વચ્ચે બાળકોની કસ્ટડીને લઇને પણ હવે સમજુતી થઇ ચુકી છે. જેથી કોર્ટ મારફતે તેમની વચ્ચે બાળકોને લઇને સુવિધા કરવામાં આવી છે. કોઇ સમય બ્રાડ પીટ અને જાલીની જાડીને વિશ્વની સૌથી ખુબસુરત જાડી તરીકે ગણવામાં આવતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.