Western Times News

Gujarati News

ઐશ્વર્યા રાય બચ્ચન પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી

મુંબઈ, બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood famous actress Aishwarya Rai Bacchan) પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. થોડાક સમય પહેલા એવા હેવાલ આવ્યા હતા તે કે તેના રિયલ લાઇફના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચનની (Abhishek Amitabh Bachhan) સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જા કે આ અહેવાલને હજુ સમર્થન મળી રહ્યુ નથી. તેની નજીકના લોકોનુ કહેવુ છે કે તે કેટલીક પટકથા ફિલ્મોની વાંચી રહી છે. જા કે તેને ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી નથી.

https://www.instagram.com/p/BxtRpY7pFFS/?utm_source=ig_web_copy_link

 

અમિતાભ બચ્ચનના જન્મદિવસે (birthday of amitabh bacchan) એશ પણ કોફી વિથ કરણના (Coffee with Karan) શોમાં પહોંચનાર છે. જો કે હજુ સુધી શોમાં શુ વાત કરી ચુકી છે તેની વાત કરવામાં આવી નથી. લગ્ન કર્યા બાદ ખુબસુરત એશબોલીવુડની ફિલ્મોમાં હવે વધારે સક્રિય દેખાઈ રહી નથી પરંતુ તેની ચર્ચા હજુ પણ જાવા મળે છે.

https://www.instagram.com/p/BxpB3uvpjjO/?utm_source=ig_web_copy_link

બોલીવુડના ચાહકો અને બોલીવુડમાં રહેલા લોકો પણ નક્કરપણે માને છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પોતાના પરિવાર સાથે વધુને વધુ સમય ગાળી રહી છે. સાથે સાથે વધુને વધુ પારિવારિક પરંપરા અદા કરી રહી છે. ઐશ્વર્યા રાયના સંદર્ભમાં નજીકના લોકો કહે છે કે તે પોતાની પુત્રી આરાધ્ય સાથે વધુ સમય ગાળવા માટે ઇચ્છુક છે. આજ કારણસર તે મોટાભાગે આરાધ્યા સાથે જ મુસાફરી અને પ્રવાસ કરતી રહે છે. તેની કેરિયરને લઇને પણ તે પહેલાથી જ ચિંતાતુર દેખાઈ રહી છે. તેનું કહેવું છે કે, તમિળ ફિલ્મ સાથે એન્ટ્રી કર્યા બાદ બોલીવુડમાં કેટલીક બાબતો તે સીખી ચુકી છે. તેનું કહેવું છે કે, ખુબ સારા લોકો સાથે બોલીવુડમાં કામ કરવાની તક મળી છે.

પોતાની પુત્રીને પણ સારી બાબતો સિખવવાના પ્રયાસ કરી રહી છે. અભિનેત્રીનું કહવું છે કે તે મોટભાગના અંતરરરાષ્ટ્રીય કાર્યક્રમમાં પોતાની પુત્રીને સાથે લઇને જાય છે. કારણ કે તે માને છે કે, વિશ્વની પરંપરાને સમજવા માટે પ્રવાસ સૌથી મહત્વપૂર્ણ બાબત છે.

આજે વૈશ્વિક સમુદાય અમારા બાળકો માટે સમાજ તરીકે બની ગયા છે. આજ કારણસર તે આરાધ્યાને દરેક જગ્યાએ લઇ જવાનું પસંદ કરે છે. છેલ્લા ૧૫ વર્ષથી બ્યુટી બ્રાન્ડ તરીકે દુનિયામાં લોકપ્રિયતા જગાવી ચુકેલી અને અનેક મોટી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ચુકેલી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ જગતમાં આઈકોનિક સ્ટાર બની ચુકી છે.

https://www.instagram.com/p/BwdxgbMg7Ck/?utm_source=ig_web_copy_link

ઐશ્વર્યાના પગલે અનેક નવી અભિનેત્રીઓ આગળ વધી રહી છે. એશ છેલ્લે રાજકુમાર રાવ (Rajkumar Rao) અને અનિલ કપુરની (Anil Kapoor) સાથે ફન્ને ખાન Fanne Khan નામની ફિલ્મમાં નજરે પડી હતી. તે પહેલા રણબીર કપુર સાથે તે યે દિલ હે મુશ્કેલમાં દેખાઇ હતી એશ હવે પોતે પણ માને છે કે તે હવે મુખ્ય સ્ટાર તરીકે રજૂ થઇ શકે તેમ નથી. બીજી બાજુ નિર્માતા નિર્દશકો પણ એશને લઇને લઇને કોઇ ગ્લેમર રોલ માટે આવી રહ્યા નથી. લગ્ન કરી લીધા બાદ તે કેટલીક જવાબદારી સાથે પણ બંધાયેલી છે. આ જ કારણસર લગ્ન બાદ કલાકારોને નિર્દેશકો અને નિર્માતા ગંભીરતાથી લેતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.