ખુબસુરત જેક્લીનની ડ્રાઇવ ફિલ્મને રજૂ કરવાની તૈયારી
મુંબઇ, બોલિવુડની ફિલ્મોમાં હાલમાં જોરદાર લોકપ્રિયતા મેળવી રહેલી સ્ટાર અભિનેત્રી જેક્લીનની એક્શનથી ભરપુર ફિલ્મ ડ્રાઇવ હવે રજૂ થવા માટે તૈયાર છે. ડ્રાઇવ ફિલ્મ પહેલી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં સુશાંત સિંહ મુખ્ય રોલમાં નજરે પડનાર છે. કેટલીક વખત ફિલ્મ મોકુફ કરવામાં આવ્યા બાદ હવે આ ફિલ્મ રજૂ કરાશે. તેનુ કહેવુ છે કે તેની બોલિવુડની ફિલ્મોમાં પ્રવેશ કરવાની કોઇ યોજના ન હતી. તેનુ કહેવુ છે કે તે હમેંશા એક એન્ટરટેનર બનવા માટે ઇચ્છુક હતી. તે ફિલ્મમાં પ્રવેશ કરવાને લઇને કોઇ યોજના બનાવતી ન હતી.
જેક્લીને હાલમાં પોતાના બ્લોગમાં આ મુજબની માહિતી આપીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. તેનુ કહેવુ છે કે તે નાની હતી ત્યારથી જ એક એન્ટરટેનર બનવા માટેના સપના જોતી હતી. તે વાર્તા સંભળાવવા માટે ઇચ્છુક હતી. પોતાની આસપાસના લોકોને હસાવવા માટે ઇચ્છુક હતી. ફિલ્મના સંબંધમાં ક્યારેય વિચાર રહી ન હતી. વાસ્તવિક ખુશી મનોરંજન કરનાર બનવાથી મળે છે. બોલિવુડમાં એન્ટી ઇત્તેફાકથી થઇ હોવાનો દાવો તે કરે છે. આમાં માત્ર એન્ટરટેનમેન્ટ જ નથી બલ્કે ડાન્સ, અભિનયના માધ્યમથી વ્યક્તિને રજૂ કરવાની બાબત પણ રહેલી છે. વાતચીતમાં હજારો લોકોની ભાવનાને રજૂ કરવા માટેની કુશળતા પણ છે. જેક્લીનના પિતા શ્રીલંકાના અને માતા મલેશિયાની છે. તે બહેરીનમાં ઉછરી છે. માત્ર ૧૪ વર્ષની વયમાં જ જેક્લીને ફિટનેસ શોનુ નેતૃત્વ કર્યુ હતુ.
જેક્લીને ઓસ્ટ્રેલિયામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ફરી શ્રીલંકા પરત ફરીને રિપોર્ટિગમાં જાડાઇ હતી. વર્ષ ૨૦૦૬માં મિસ શ્રીલંકાનો તાજ જીત્યા બાદ વર્ષ ૨૦૦૯મનાં ફિલ્મ એલાદીન સાથે બોલિવુડની દુનિયામાં પ્રવેશી ગઇ હતી. જેક્લીન પાસે હાલમાં અનેક ફિલ્મો રહેલી છે. કેરિયરની શરૂઆતમાં તે નિષ્ફળ સાબિત થઇ હતી. તેને સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવી હતી. જા કે સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ તેની કેરિયરમાં તેજી આવી ગઇ હતી. જે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી.
હાલમાં તો સૌથી વધારે ફિલ્મો તેની પાસે છે. તમામ મોટા સ્ટાર સાથે તે કામ કરી રહી છે.સલમાન ખાન સાથે રેસમાં પણ તે નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. છેલ્લે જુડવા-૨ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી ગઇ હતી. જેક્લીનની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. યુવા પેઢીમાં વધુને વધુ યુવતિઓ તેની સાથે જાડાઇ રહી છે. બોલિવુડની કેટલીક અભિનેત્રી પણ તેનાથી પ્રભાવિત છે. તેની ખુબસુરતી અને ફિટનેસને લઇને તાપ્સી પણ પ્રભાવિત રહી છે.
કિક ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યાં સુધી જેક્લીનને કોઇ લોકપ્રિયતા મળી ન હતી. સલમાન સાથે જેક્લીનની જાડી તમામ ચાહકોને ખુબ પસંદ પડી હતી. આ ફિલ્મ બાદ જેક્લીને ક્યારેય પાછળ વળીને જાયુ નથી. તે જુડવા-૨ ફિલ્મ વરૂણ ધવનની સાથે નજરે પડી હતી. તેની તમામ યુવા સ્ટાર સાથે પણ હાલમાં ફિલ્મો છે જેમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને સુશાંત સિંહ રાજપુતનો સમાવેશ થાય છે. જા કે તેની નવા સ્ટાર સાથેની ફિલ્મ ફ્લોપ રહી છે. સલમાન ખાન અને અન્ય મોટા સ્ટારની સાથે તેની ફિલ્મ સફળ રહી છે.