Western Times News

Gujarati News

ખુબસુરત ડકોટા જોન્સન હવે કોમેડી ફિલ્મમાં હશે

લોસએન્જલસ, હોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી ડકોટા જોન્સનની કોમેડી ફિલ્મ કવર્સને લઇને ચાહકો ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. આ ફિલ્મ આઠમી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે ટ્રેસ ઇલિસ પણ નજરે પડનાર છે. તેની પાસે હાલમાં અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. તે પહેલા જેશન સેગલ અને કેસી એફ્લેકની જોડી સાથે ડકોટા જોન્સન નજરે પડી હતી. ગેબ્રિલા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી જેસન સાથે નજરે પડી હતી. હવે કવર્સ ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ હતુ. શુટિંગ બાદના પાસા પર અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે. ફ્રેન્ડ ફિલ્મમાં નિકોલ અને મેથ્યુની લાઇફ સ્ટાઇલને અભૂતપૂર્વરીતે રજૂ કરવામાં આવી હતી. ડકોટા જોન્સન અને કેસી એફ્લેકે આ ફિલ્મમાં ચાવીરુપ ભૂમિકા અદા કરી હતી.

આ ફિલ્મમાં ડકોટા જોન્સનની ખુબ જ પડકારરુપ ભૂમિકા હતી. બીજી બાજુ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આ ફિલ્મમાં લવ સ્ટોરીને પણ જારદારરીતે રજૂ કરવામાં આવી હતી. લાંબા ગાળા બાદ આ ફિલ્મ મારફતે ડકોટા જાન્સન ફરીવાર નજરે પડનાર છે. આ એક કોમેડી ફિલ્મ હોવાથી લોકોને ગમી જશે. ડકોટા જોન્સને પોતાની કેરિયરમાં અનેક યાદગાર ભૂમિકાઓ અદા કરી છે જે પૈકી ફિફ્ટી સેડ સિરીઝની તમામ ફિલ્મોમાં તેની યાગદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મ હોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પૈકીની એક તરીકે રહી છે. ડકોટા જોન્સન હાલમાં હોલિવુડની સૌથી મોંઘી સ્ટાર પૈકી એક તરીકે રહી છે. તેની સૌથી વધારે માંગ રહી છે. ડકોટા જોન્સનની કવર્સ ફિલ્મમાં ભૂમિકાને લઇને હજુ સુધી કોઇ વધુ વાત કરાઇ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.