ખુબસુરત માનુષી છિલ્લર અક્ષય કુમાર સાથે દેખાશે
મુંબઇ, માનુષી છિલ્લર બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ બ્યુટીક્વીન માનુષી છિલ્લર અક્ષય કુમારની સાથે તેની બોલિવુડ કેરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. પૃથ્વીરાજ નામની ફિલ્મમાં તે કામ કરવા જઇ રહી છે. ફિલ્મને ૧૩મી નવેમ્બર ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ આદિત્ય ચોપડા બનાવી રહ્યા છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે તે ફરાહ ખાનની પણ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. જો કે ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. માનુષી પહેલા બોલિવુડમાં અનેક બ્યુટીક્વીન એન્ટ્રી કરી ચુકી છે અને મોટી સફળતા હાંસલ પણ કરી ચુકી છે. સુષ્મિતા સેન, એશ્વર્યા રાય બચ્ચન, દિયા મિર્જા અને પ્રિયંકા ચોપડા બોલિવુડમાં જારદાર સફળતા હાંસલ કરી ચુકી છે.
હવે આ દિશામાં આગળ વધીને માનુષી પણ એન્ટ્રી કરવા જઇ રહી છે. ફરાહ ખાન એક્શન અને રોમેન્ટિક ફિલ્મ બનાવવા માટે જાણીતી રહી છે. તેની છેલ્લે ૨૦૧૪માં હેપ્પી ન્યુ યર આવી હતી. ત્યારબાદ તેના નિર્દેશનમાં બનેલી કોઇ ફિલ્મ આવી નથી. હેપ્પી ન્યુ યર ફિલ્મમાં શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, દિપિકાની ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તે પહેલા પણ ફરાહ ખાને શાહરૂખ ખાનને લઇને જ ફિલ્મ બનાવી હતી. એમ માનવામાં આવે છે કે ફરાહ ખાનના ફેવરીટ સ્ટાર તરીકે શાહરૂખ ખાન રહ્યો છે. જેથી આ ફિલ્મમાં પણ શાહરૂખ ખાનની ભૂમિકા રહી શકે છે. માનુષી છિલ્લરને લોંચ કરવાને લઇને મિડિયામાં જુદા જુદા હેવાલનો અગાઉ આવતા રહ્યા છે. એક વખતે એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાન માનુષી છિલ્લરને લોંચ કરવા જઇ રહ્યો છે. અહેવાલને સમર્થન મળ્યુ નથી.