ખુબસુરત વાણી કપુરની વોર બાદ હવે ચારેબાજુ ચર્ચા શરૂ
મુંબઇ,ખુબસુરત વાણી કપુરની હાલમાં ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. વોર ફિલ્મની રેકોર્ડ બ્રેક સફળતા મળ્યા બાદ વાણી કપુર હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી હોવાના હેવાલ મળ્યા છે. વાણી કપુર હાલમાં મુંબઇમાં ફેશન વીકમાં રેમ્પ પર નજરે પડી ત્યારે ચારેબાજુ ઉપસ્થિત રહેલા લોકોની નજર તેના પર કેન્દ્રિત થઇ ગઇ હતી. બીજી બાજુ વોર ફિલ્મની વિક્રમી કમાણીનો દોર જારી રહ્યો છે. ફિલ્મ પ્રથમ સપ્તાહમાં રેકોર્ડ કમાણી કરી ગઇ હતી. ફિલ્મની કમાણી ૨૦૦ કરોડથી ઉપર પહોંચી ગઇ છે. ફિલ્મની બીજી સપ્તાહમાં પણ કમાણી જારી છે. બીજા સપ્તાહમાં સાત કરોડની કમાણી કરી ગઇ છે. ફિલ્મની કમાણી ૨૩૦ કરોડથી વધુ થઇ ગઇ છે.
ફિલ્મની કમાણી તમામ ભાષામાં મળીને અનેક રેકોર્ડ સપાટી પર પહોંચી ગઇ છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે ૨૦૦ કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં ૨૦૦ કરોડની કમાણી રણબીર કપુરની સંજુ પણ કરી ગઇ હતી. વર્ષ ૨૦૧૯માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઇ છે. વર્ષ ૨૦૧૯માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે. એક્શનથી ભરપુર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જારદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાણી કપુરે તેની કેરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપુત સાથે શુદ્ધ દેશી રોમાન્સ સાથે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પરિણિતી ચોપડા પણ હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.