Western Times News

Gujarati News

15 ઓક્ટોબર સુધી નવા ટ્રાફિક નિયમમાંથી છૂટ મળી

File

ગુજરાતીઓ માટે હાલ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. નવા ટ્રાફિકના નિયમોને લઇને થયેલા હોબાળો અને ભારે વિરોધ વંટોળ બાદ આરસી ફળદૂએ અમદાવાદીઓ સહિત રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નિયમ બહાર પાડ્યા બાદ અમુક ભાજપ શાસિત રાજ્યોએ તેમાં છૂટછાટ આપી છે.

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે.

નવી ગાડીની સાથે જ હેલમેટ મળશે આ સાથે આર.સી ફડદુએ જણાવ્યું હતું કે, હવે નવી ગાડી કોઈ પણ વ્યક્તિ લેશે તેને કંપની દ્રારા જ હેલમેટ આપવામાં આવશે. જેથી નવી ગાડી પર અલગથી હેલમેટ નહીં લેવું પડે. પરિણામે હેલમેટ પર 15 ઓક્ટોબર સુધી ગુજરાતના વાહનચાલકોને દંડ ભરવાનો નહીં પડે. રાજ્યભરમાં હેલમેટ અને પીયુસી માટે લાગતી લાંબી કતારોને પગલે આજે કેબિનેટની બેઠક બાદ સરકાર ઘૂંટણિયે પડી હોય તેમ આ કાયદા પર થોડા દિવસ માટે રોક લગાવી દીધી છે.

વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂની મહત્વપૂર્ણ જાહેરાતો:  900 પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે,  હેલ્મેટ નહીં પહેરવા પર 15 ઓક્ટોબર સુધી કોઇ દંડ નહીં થાય, પીયૂસી માટેની સમય મયાદામાં 15 ઓક્ટોબર સુધી લંબાવાઇ, નવા ટી વ્હિલર સાથે ISISમાર્કાવાળું હેલ્મેટ ફીમાં આપવામાં આવશે, પીયૂસી, લાયસન્સ અને વીમામાં 15 ઓક્ટોબર સુધી સમય મર્યાદા વધારાઇ, વાહનની કિંમતમાં  હેલ્મેટનો ચાર્જ ન લગાવે તેવી જોગવાઇ, સરકારી અધિકારીઓએ પણ નિયમનું પાલન કરવું પડશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.