ખુશીની વાત છે કે અનેક દલિત ભાઈ મંત્રી બન્યા છે પરંતુ કેટલાકને તે ગમતું નથીઃ વડાપ્રધાન
નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. તથા સદનની કાર્યવાહી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક ૧૧ વાગે એક જ સમયે શરૂ થઈ હતી લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જેવા જ મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા માટે ઊભા થયા હતા, ત્યારે વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધો હતોં. વિપક્ષના હોબાળા વચ્ચે મોદીએ નવા મંત્રીઓનો પરિચય આપ્યો હતો. તે પછી જે સભ્યોની નિધન થયું હતું, તેની વિગતો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આપી હતી.
આમ સત્ર શરૂ થવાના પ્રથમ દિવસે જ લોકસભા અને રાજયસભામાં હંગામો થયો હતો અને ગૃહની કાર્યવાહી બે ત્રણ વાર સ્થગિત કર્યા બાદ આવતીકાલ સુધી મુલત્વી રાખવામાં આવી હતી રાજ્યસભાની કાર્યવાહી ૧૨ઃ૨૪ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યારબાદ બપોરના બે વાગ્યા સુધી અને ત્યારબાદ આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી
લોકસભામાં હોબાળા વચ્ચે પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યું. તેમણે કહ્યું કે ખુશીની વાત છે કે અનેક દલિત ભાઈ મંત્રી બન્યા છે. આપણા અનેક મંત્રી ગ્રામીણ બેકગ્રાઉન્ડથી છે. પરંતુ કેટલાકને તે ગમતું નથી.
લોકસભામાં વિપક્ષના હોબાળા પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે જ્યારે મંત્રીમંડળનો વિસ્તાર થાય અને નવા મંત્રીઓના શપથ થાય છે ત્યારબાદ પીએમ મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવે છે. પીએમ મોદી એ જ પરંપરા નિભાવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે હોબાળો કર્યો.
આ ખુબ નિંદનીય છે. જયારે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે ચોમાસા સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુખી થયા. લોકસભામાં નવા સંસાદોના શપથગ્રહણ સાથેકાર્યવાહી શરૂ થઈ. ત્યારબાદ પીએમ મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનો શરૂ કર્યો કે વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો છેલ્લા ૨૪ વર્ષમાં આવું ક્યારેય જાેયું નથી.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોને ખુબ સંભળાવ્યું. રાજનાથ સિંહે કહ્યું કે સદનમાં પરંપરાઓ તૂટી રહી છે.
હંગામાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “હું વિચારી રહ્યો હતો કે આજે સંસદમાં એક ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ સાંસદ મંત્રી બન્યા છે. આજે મને ખુશી હોત કે ખૂબ જ મોટી સંખ્યામાં આપણા દલિત ભાઈ મંત્રી બન્યા છે. ખુશી હોત કે આજે આપણા આદિવાસી સાથે મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે. તેમનો પરિચય કરાવવો આનંદની વાત હોત.” તેમણે કહ્યું કે
આ વખતે સદનમાં આપણા સાથે સાંસદ જે ખેડૂત પરિવારથી આવે છે, સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગથી આવે છે, ખૂબ મોટી માત્રામાં તેમને મંત્રીપરિષદમાં તક મળી, તેમનો પરિચય કરાવવાનું ગૌરવ થાત. પરંતુ દેશના દલિત મંત્રી બને, મહિલાઓ મંત્રી બને, ઓબીસી મંત્રી બને, ખેડૂતોના દિકરા મંત્રી બને, આ વાત અમુક લોકોને રાસ નથી આવી. માટે તેમનો પરિચય પણ ન થવા દીધો. મંત્રીમંડળમાં નવનિયુક્ત સદસ્યોને લોકસભામાં ઈન્ટ્રોડ્યુસ સમજવામાં આવે. આ પહેલા જેવું સંસદનું સત્ર શરૂ થયું કે સદનમાં હોબાળો મચ્યો.
સત્રના પહેલા દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા બોલવા માટે ઊભા થયા કે વિપક્ષી દળોએ હોબાળો શરૂ કરી દીધો. કોંગ્રેસ સાંસદ મોંઘવારી પર અને અકાળી દળ તથા બસપાના સાંસદોએ ખેડૂતોના મુદ્દે હોબાળો કર્યો અને વેલમાં આવી ગયા. પ્રધાનમંત્રી કહેવા લાગ્યા કે મને લાગતું હતું કે આજે ઉત્સાહનો દિવસ હશે. પરંતુ દલિત, મહિલાઓ અને ઓબીસીના લોકોને મંત્રી બનાવવાની વાત વિપક્ષને પચતી નથી. હોબાળો જાેતા સ્પીકરે કોરોના દરમિયાન જે સાંસદોના મોત થયા તેમના વિશે જાણકારી આપવાની શરૂ કરી.
પીએમ મોદીએ કહ્યું કે ખુશીની વાત છે કે અનેક દલિત ભાઈઓ મંત્રી બન્યા છે. આપણા અનેક મંત્રી ગ્રામીણ વિસ્તારોથી પરંતુ કેટલાક લોકોને એ ગમતું નથી. હું વિચારતો હતો કે આજે સદનમાં ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે ખુબ મોટી સંખ્યામાં આપણા મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદમાં તક મળી. તેમનો પરિચય કરવાનો આનંદ થાત. પીએમ મોદીએ રસી મૂકાવનારાઓને બાહુબલી ગણાવ્યાં.