ખુશીની વાત છે કે નરેન્દ્ર મોદીએ વેક્સીન કોવેક્સીનનો ડોઝ લીધો : શિવસેના સાંસદ

નવીદિલ્હી: દેશભરમાં આજથી કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનનો બીજાે તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કા હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો ઉપરાંત ૪૫ વર્ષથી વધુ ઉંમરના એ લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવશે, જે ગંભીર બિમારીઓથી પીડિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્લી સ્થિત એઈમ્સમાં કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ લીધો.
પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. આ ઉપરાંત બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમાર અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયકે પણ રસી લગાવી હતી.
મોદીના વેક્સીન લીધા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટિ્વટ કરીને તેમની પ્રશંસા કરી છે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટિ્વટ કરીને કહ્યુ, ‘ખુશીની વાત છે કે પ્રધાનમંત્રી મોદીએ આજે કોરોના વાયરસની વેક્સીન કોવેક્સીનનો ડોઝ લીધો. તેમનુ આ પગલુ લોકોના મનમાંથી કોરોના વાયરસ વેક્સીન વિશે ઉઠેલી શંકાઓ અને સંકોચને ખતમ કરવામાં બહુ જ પ્રભાવી થશે.
દેશા વધુને વધુ લોકોને કોરોના વાયરસ વેક્સીન આપવા માટે શરૂ કરવામાં આવેલ આ તબક્કો ખૂબ જ મહત્વનો છે અને હું બધાના આરોગ્ય અને સુરક્ષિત રહેવાની પ્રાર્થના કરુ છુ.’એ યાદ રહે કે વિપક્ષના અમુક નેતા સતત કોવેક્સીનના પ્રભાવ વિશે સવાલ ઉઠાવી રહ્યા હતા. એવામાં પ્રધાનમંત્રી મોદીએ કોવેક્સીનનો ડોઝ લઈને વિપક્ષને જવાબ આપ્યો છે.