ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા ઈદ નિમિત્તે નાના ભૂલકાઓની ક્રિકેટ મેચ યોજાઈ
જશને ઈદે મિલાનદુન્ન નબી આખરી પૈગમબર હજરત મોહમ્મદ સલ્લલાહુ અલૈહી વ સલ્લમના યૌમે વિલાદતના દિવસ નિમિત્તે ચેરમેન: અન્સારી મોહમ્મદ ઈશિતયાક ન્યુ જનરેશન સોશિયલ & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંડર ૧૪ ના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ ૩૦ ટીમોના નાના ભૂલકાઓ ભાગ લીધો જેમાં ખુશી કા આંગન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ચેતન રામકૃષ્ણ યાદવ (મહંત), ટ્રસ્ટી અને અમદાવાદ શહેર કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન શ્રી ઝુલ્ફીકાર ખાન પઠાણ, ટ્રસ્ટી શ્રીમતી ખુશી ચેતન યાદવ દ્વારા વિજેતા ટીમ અને ફાઇનલમાં પહોંચનાર બીજી ટીમના કેપ્ટન અને ટીમ નો ઉત્સાહ વધારવા માટે ટ્રોફી અને બધાજ ભાગ લેનાર ભૂલકાંઓ ને પેન આપી સન્માનિત કરવામાં આવ્યું.