ખેડબ્રહ્માના ગલોડિયા ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/2204-Uttar.H.panchal-3-1024x910.jpg)
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામ પાસે એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રેક્ટર ચાલક એક ખેડૂતનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
તારીખ ૨૨ -૪ -૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ખેડબ્રહ્મા થી ગલોડીયા જતા ટ્રેક્ટરને નેકસન કાર નંબર ખ્તદ્ઘ- ૦૯-મ્દ્ભ-૮૩૪૯ ના ચાલકે ટક્કર મારતાં ટ્રેક્ટર રોડ પર પલટી ખાઈ ઉલટુ થઈ ગયું હતું અને ટ્રેક્ટર ચાલક ગલોડીયા ગામના જીતુભાઈ દલજીભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે ૫૫ ટ્રેકટર નીચે આવી જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ બનતાં ગલોડીયા તથા આસપાસના લોકો સ્થળ પર આવી ગયા હતા અને લાશને મહા મહેનતે બહાર કાઢી હતી. જીતુભાઈના કરુણ મોતના સમાચાર ફેલાતા આસપાસના ગામમાં ગમગીની ફેલાઈ હતી.