ખેડબ્રહ્માના જગમેર પાટીયા પાસે આઈશરે ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું મોત

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા અંબાજી હાઈવે રોડ પર જગમેર કંપા પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે પોશિનાના ચાર લોકો ટ્રેક્ટર લઈને ખેડબ્રહ્મા પાસે શ્યામનગર મુકામે ઘઉં લેવા જઈ રહ્યા હતા
ત્યારે જગમેર પાટીયા પાસે તેમની માલિકીનું મહેન્દ્રા કંપનીનું ટેકટર નં-૨૯૭૧ ને પેશાબ પાણી કરવા માટે રોડની સાઈડે ઉભું રાખેલ તે દરમિયાન મેત્રાલ ગામ તરફથી એક આઇસર ગાડી ના ચાલકે આઇસર ગાડી ને પુર ઝડપે બેફામ રીતે ચલાવી રોડની સાઈડમાં ઉભેલ મહેન્દ્રા કંપનીના ટ્રેક્ટરને ટક્કર મારતાં
ટ્રેક્ટરની અડી ને ઉભા રહેલા મણાભાઈ જાેગાભાઈ ખોખરીયાને શારીરિક ઇજાઓ થતો તેમને ઇડર પ્રાઇવેટ દવાખાને દાખલ કરેલ જ્યારે આઈસર ટ્રકમાં કેબિનમા બેઠેલ કોઈ અજાણ્યા માણસનું મોત થતા વકીલભાઈ મોગરા ભાઈ અનાભાઈ ખોખરીયા રહેવાસી પોશીના એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને આઇસર ના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.