ખેડબ્રહ્માના બે આર્મી જવાન રિટાયર થઈ વતનમાં આવતા શાનદાર સ્વાગત કરાયું
ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના રુદ્રમાળા ગામના બે ફૌજી ભાઈઓ આર્મીમાં ફરજ બજાવી નિવૃત થઈ ખેડબ્રહ્મા આવતો તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ખેડબ્રહ્મા તલુકાના રુદ્રમાળા ગામના કુંદન સિંહ એમ.વાઘેલા પઠાણકોટ ખાતે ફરજ બજાવતા હતા અને હિતેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા આ બંને જવાનો વયને કારણે નિવૃત્ત થઈ આજરોજ ખેડબ્રહ્મા આવતો બંને ફૌજીભાઈઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા કાઢી તેમના વતન રુદ્રમાળા ગામ સુધી લઈ જવામાં આવી હતી આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન શ્રી જશુભાઈ પટેલ ,સાબરડેરીના ડિરેક્ટર તથા શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ ,કનુભાઈ પટેલ ,મહેશભાઈ પટેલ, પુજાભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા .