ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગામે સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ યોજાયો
ગુજરાતના ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના દ્રઢ સાથે કામ કરતી ગુજરાત સરકાર દ્વારા આજરોજ તારીખ 10 -9 -2020 ને ગુરૂવાર ના રોજ સવારે 10 વાગે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ની શેઠ શ્રી નરોત્તમ લાલભાઈ હાઇસ્કુલ ના હોલમાં ખેડૂતો માટે “સાત પગલા કલ્યાણના” કાર્યક્રમનું આયોજન માનનીય શ્રી ઈશ્વરભાઈ ભાવસાર ચેરમેનશ્રી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી -જેડા ના અધ્યક્ષ પદે યોજાયો
આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશભાઇ પટેલ, ભાજપ શહેર મહામંત્રી પ્રશાંત ભાઈ પટેલ, લક્ષ્મીપુરા ભાજપના કાર્યકર આનંદીબેન પટેલ, કિસાન સંઘના પ્રમુખ વક્તા ભાઈ પટેલ,, શેઠ એન.એલ.હાઈસ્કૂલ લક્ષ્મીપુરા ના પ્રમુખ રમણભાઈ પટેલ તથા મંત્રી શ્રી એસ.જી પટેલ,
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નીતાભાઈ ખેતીવાડી સમિતિ જિલ્લા પંચાયતના તેજુભાઈ ગમાર, લક્ષ્મીપુરા ગામના આગેવાનો ખેતીવાડી ખાતાના તમામ કર્મચારીઓ ખેડબ્રહ્મા, પોશીના તથા વિજયનગરના અગ્રગણ્ય ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે આભાર વિધિ જે.કે.પટેલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર, ખેડૂત તાલીમકેન્દ્ર ખેડબ્રહ્મા કરી હતી.