ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગામે ચંદન ના ઝાડ ની ચોરી

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ની સીમ માં આવેલ પટેલ ભીખાભાઇ કોદરભાઈ તથા ભરતભાઈ હાથીભાઈ પટેલ ના ખેતર માં વાવેલ ચંદન ના ઝાડ કોઈક અજાણ્યા ચોરો દ્વારા કાપી ને ચોરી કરાઈ છે.
ભીખાભાઇ પોતાના લખવા નામથી ઓળખાતા ખેતર માં પાણી પાઇ ને સુઈ ગયા હતા. સવારના ૬ વાગ્યા ના સુમારે ખેતરો માં જોતા ચંદન ના ૩ ઝાડ કાપીને લઇ ગયેલ માલુમ પડેલ અને અન્ય ૩ ઝાડ ઉપર કટર જેવા ધારદાર હથિયાર દ્વારા કાપા મારેલ છે.
આ સિવાય અન્ય ભરતભાઈ હાથીભાઈ પટેલ ના ખેતર માં પણ આ ચોરો દ્વારા ચંદનના ઝાડ કાપી ગયેલ છે અને અન્ય ૧૫ થી ૨૦ ઝાડ પાર કપ માર્યા હોવાની માહિતી મળેલ છે.