ખેડબ્રહ્માના વરતોલ ગામે ઊંચો ભગવો ધ્વજ લહેરાવાયો
ખેડબ્રહ્મા તાલુકાના ચામુંડા માતાના મંદિરના કારણે વિખ્યાત વરતોલ ગામે તારીખ ૮-૫-૨૨ ને રવિવારે સવારે 10:30 કલાકે ધર્મપ્રેમી ગામ લોકોની વિશાળ સંખ્યામાં ભગો ધ્વજ લહેરાવાયો. ભગવો ધ્વજ એ સનાતન ધર્મનું પ્રતિક છે
આપણા દરેક મંદિરમાં ભગવો ધ્વજ હોય છે. આ શુભ પ્રસંગે સમગ્ર ગામના યુવાનો, દીકરીઓ તથા તમામ વડીલો ઉપસ્થિત રહ્યા હતા તથા ખેડબ્રહ્મા તથા વડાલી તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તથા ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડીજે ની ધૂન પર ધાર્મિક તથા રાષ્ટ્રીય ગીતોની ધૂન વચ્ચે જય શ્રીરામ અને ભારત માતાકી જયના નારા ગગનભેદી નારા સાથે એકાવન ફૂટ ઊંચો ભગો જ લહેરાવાતા આખા ગામમાં લોકોમાં આનંદની લહેર પ્રસરી હતી.