ખેડબ્રહ્માના વરતોલ મુકામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ચામુંડા માતાના ધામ એવા ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામે ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા સાત દિવસથી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
વરતોલ ગામનું ચામુંડા માતાનું મંદિર ગુજરાતમાં સુપ્રસિધ્ધ છે. અને દૂર દૂરથી માઈભક્તો માં ચામુંડા માતા ના દર્શને આવેછે. ચામુંડા માતા મંદિરે જવા ગામ વચ્ચેથી જવાય છે ત્યારે ગામ સ્વચ્છ રહે તે જરૂરી છે.
જેમાં મુખ્ય રસ્તો તથા આસપાસની શેરીઓ ના રસ્તા તથા મુખ્ય ગટર લાઈન માંથી કચરો તથા કાદવ કાઢી વરતોલ ગામને સ્વચ્છ કરાયું હતું.