ખેડબ્રહ્માના સિગ્નલ કંપા રોડનું ખાતમુહૂર્ત કરાયું

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં સિગ્નલ કંપા હયાત રોડથી દાદાના મંદિર સુધી 15 લાખ 25 હજારના ખર્ચે નવીન સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું
ખેડબ્રહ્મા તારીખ 29 આજરોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સિગ્નલ કંપા રોડ થી દાદાના મંદિર સુધી નવીન.15.25 લાખ ના ખર્ચે બનનારા સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું.
આ પ્રસંગે સિગ્નલ કંપા ના આગેવાન પટેલ મણીભાઇ મેઘજીભાઈ ના વરદ હસ્તે શ્રીફળ વધેરી કામનું શુભારંભ કરાયો આ પ્રસંગે વોર્ડ ના સદસ્યો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાઈટ સમિતિના ચેરમેન દશરથભાઈ પ્રજાપતિ કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ વિસ્તારની જુની માંગણીના સંતોષ હતા બોર્ડના સદસ્યો ની કામગીરી ના ગ્રામજનોએ વખાણ કર્યાં હતા