ખેડબ્રહ્મામાં આંગડીયા પેઢીના માણસની ધોળેદહાડે ફાયરીંગ કરી હત્યા કરાઈ
આજરોજ બપોરે અઢી વાગ્યાના સુમારે ધોળે દહાડે ખેડબ્રહ્મા શહેરમાં પેટ્રોલ પમ્પ થી રેલવે સ્ટેશન જતા સરદાર પટેલ રોડ ઉપર જનતા બેન્ક ની સામે ચાલીને જઇ રહેલા આંઘડિયા ના માણસની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે.
મૂળ ઊંઝા નો વતની નામે નાયક કિરણભાઈ હરગોવનભાઈ રહેવાસી મકતુપુર તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા ઉંમર વર્ષ આશરે ૪૦ છેલ્લા ત્રણેક માસથી ખેડબ્રહ્મા શહેરના વિજય ટોકીઝ એરિયામાં આવેલ મુખી માર્કેટમાં એન માધવલાલ નામની આંગડિયા પેઢીમાં સર્વિસ કરતા હતા જે આજરોજ બપોરે અઢી વાગ્યાના સુમારે જનતા બેંક આગળથી પસાર થઇ રહ્યા હતા
ત્યારે કોઈ અજાણી કારમાં બેસેલા હરમ પુરી કિરણભાઈ ઉપર બે વાર ફાયરિંગ કર્યું હતું જેના કારણે કિરણભાઈને છાતીમાં ડાબી બાજુ તથા જમણી બાજુ ગોળી વાગી હતી આ બનાવ બનતો આસપાસથી લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કિરણભાઈને તાત્કાલિક ખેડબ્રહ્મા શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જતો ફરજપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવ બનતો ખેડબ્રહ્મા પોલીસે સ્થળ પર આવી તપાસ શરૂ કરેલ છે જોકે આ હત્યા આંગડિયા પેઢીના પૈસા લેવા માટે કે કોઈ અંગત અદાવત માટે કરાયેલ છે તે હજુ નક્કી થયેલ નથી..