ખેડબ્રહ્મામાં ઉતરાયણ પહેલા પતંગ દોરીની ખરીદીમાં તેજી

ખેડબ્રહ્મા શહેરમાં ઉત્તરાયણ માટે પતંગ, દોરી, ટોપીઓ,,ચશ્મા, ખાવા ની ચીકી તથા અન્ય વસ્તુઓ માટે તેજીનો માહોલ જોવા મળે છે. વિશ્વમહામારી કોરોનાવાયરસ ના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન મોં દસેક મહિના ગાળ્યા બાદ હોળી, દિવાળીમાં પણ વધુ છૂટછાટ ન મળતા વધુ છૂટછાટ વાળો ઉતરાયણ નો પ્રથમ જ તહેવાર આવતા લોકોમાં ઉતરાયણ ની ખરીદી માટે બહુ ઉત્સાહ જોવા મળ્યો.