ખેડબ્રહ્મામાં ગણપતિ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તાર તથા ગામ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં તથા જાહેર ચોકમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ હતી. દસ દિવસ પૂજા અર્ચના બાદ આજે ચૌદસના દિવસે ભગવાન ગણેશજીને વિદાય અપાઇ હતી.
ગણપતીબાપામોરીયા અને વિવિધ સૂત્રો સાથે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બપોરે કાશી વિશ્વનાથ મહાદેવથી આ શોભાયાત્રા ની શરૂઆત કરાઇ હતી. જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ ગણપતિ ગ્રુપમાં જોડાતા ગયા હતા ડીજે સાઉન્ડ સાથે ગણપતિ બાપા મોરિયાના થી જાણે શહેર ગણપતિ ના રંગે રંગાઈ ગયું હતું લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા અને ગુલાલની છોડો એકબીજા ઉપર ઉતારી રહ્યા હતા તમામ ગ્રુપના ગણપતી ભગવાનની મૂર્તિઓ હરણાવ નદીમાં વિસર્જન કરાઈ હતી.*