ખેડબ્રહ્મામાં ચોમાસું નજીક આવતાં નાળા તથા ગટરોની સાફસફાઈ શરૂ કરાઈ
ખેડબ્રહ્મા નગરપાલિકાની ટીમ દ્વારા ખેડબ્રહ્મા શહેરમા બ્લુ મુન હોટલ પાસે તથા અન્ય સ્થળોએ નાળા તથા ગટરોની સાફસફાઈ શરૂ કરાઈ. ચોમાસું પૂરું થયા પછી ખુલ્લી ગટરોમાં તથા શાળાઓમાં કચરો તથા માટી જામી જવાથી નાળાઓમાં પુરાણ થતાં બ્લોક થઈ જતા હોય છે.
ત્યારે નજીકના સમયમાં ચોમાસુ શરૂ થવાના સમય પહેલાં કે નગરપાલિકા દ્વારા બુલડોઝર તથા અન્ય સાધનો દ્વારા આવા નાળા તથા ગટરોની સાફ-સફાઈ શરૂ કરાયેલ છે. (તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)