ખેડબ્રહ્મામાં જોવા મળી કોરોના ની લાપરવાહી
(હસમુખ પંચાલ, ખેડબ્રહ્રમા) વિશ્વ મહામારી કોરોનાવાયરસ ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ખોયા છે. કેટલાંક કુટુંબો અને બાળકો નિરાધાર બની ગયા છે. જેમના ઘેર આવું નુકસાન થયું છે તેઓ પણ બીજાઓને હાથ જોડીને આ વાયરસ થી બચવા અપીલ કરી રહ્યા છે.છતાં કોણ જાણે અમુક લોકોને જીવ કરતાં પણ ફરવુ વધારે વહાલું હોય તેવું લાગી રહ્યું છે.
લોક ડાઉનમા અમુક ચીજ-વસ્તુઓની અને જીવન જરૂરિયાતની વસ્તુઓની તકલીફ ન પડે તે માટે સરકારશ્રી તરફથી અમુક જ ધંધા આવોને શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી હતી. ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી મોદી સાહેબે પણ વારંવાર વેપારીઓને ગાઈડ લાઇન આપી હતી.
કોણે દુકાન ખોલવી ના ખોલવી તેની પણ ચોખવટ હતી છતાં પણ આજરોજ ખેડબ્રહ્મા શહેરમાં સવારથી બાર વાગ્યા સુધીમાં સામાન્ય દિવસની જેમ શહેરના તથા આસપાસના ગામોના લોકો ખેડબ્રહ્મા બજાર માં ઉમટી પડ્યા હતા. કાપડ, રેડીમેડ, દરજીની દુકાન, પ્લાસ્ટિક સેલ ની દુકાનો પ્રતિબંધિત હોવા છતાં પણ ખુલ્લી જોવા મળી હતી. સ્થાનિક પોલીસનો તમામ સ્ટાફ તેમની ફરજ પ્રમાણે ડબલ સવારી બાઈક વાળા ઓને દંડી રહ્યા હતા, કામ વગર ફરતા લોકો ને તપાસી રહ્યા હતા છતાં પણ બાર વાગ્યા સુધી જાણે જાહેરનામાનો ભંગ થઇ રહ્યો હતો.