ખેડબ્રહ્મામાં ડાૅ.બાબા સાહેબ આંબેડકરજીની 129 મી જન્મજયંતી ઉજવાઈ
(હસમુખ પંચાલ) ખેડબ્રહ્મા શહેરમાં ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરની 129 મી જન્મ જયંતી ઉજવાઈ. કોરોનાવાયરસ કારણે લોકડઉનની પરિસ્થિતિમાં આજ રોજ માનનીય આંબેડકરજી ની જન્મ જયંતી એકદમ સાદગીપૂર્ણ રીતે કરાઈ. લક્ષ્મીપુરા ચાર રસ્તા આગળ બેબે ની સંખ્યામાં લોકોએ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી થયેલ કાર્યક્રમ પ્રમાણે ઘરની બહાર ના નીકળીને દરેક કાર્યકર્તાઓ એ પોતાના ઘરમાં રહીને જ ડોક્ટર સાહેબ ની પ્રતિમા ફોટા આગળ જ આ કાર્યક્રમ કરવાનું નક્કી થયેલ છે જે પ્રમાણે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, શહેર ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર યુવા મોરચાના જીગરભાઈ વૈષ્ણવ અને નિકુંજ ચૌહાણ વિગેરે હાજરી આપી હતી.