ખેડબ્રહ્મામાં નવજાત શિશુ અને માતાઓમાં પોષણ પરિવર્તન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા : નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ સંસ્થા અમલીકૃત પરિવર્તન પ્રોજેક્ટ અંતર્ગત નાકા ગામે પોષણ પરિવર્તન કાર્યક્રમ તા.૨૧-૧૦-૧૯નાં રોજ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ૨૦૦ સગર્ભા, યાત્રી બહેનોએ અને કુપોષિત બાળકની માતાઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંસ્થાના ચેરમેન શેઠ સંવેગભાઈ લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં ડો.પ્રિતિબેન દવેએ અલગ-અલગ લીલા શાકભાજીમાંથી મળતાં પોષક તત્વો કઠોળમાંથી મળતાં પ્રોટીનની સમજ આપી છ માસ સુધી ફક્ત માતાનું ધાવણ આપવું અને છ માસ પુરા થયા બાદ સ્તનપાન સાથે સાથે ઉપરી આહાર આપવાની સમજ આપી. જેમાં શું શું આપી શકાય તેની વિસ્તૃત માહિતી આપી.
નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંસ્થાનાં ચેરમેન શેઠ સંવેગ લાલભાઈએ રોજીંદા જીવનમાં લીલા શાકભાજીનું મહત્ત્વ અને બાળકોને નાનપણથી જ પૌષ્ટિક આહાર આપવા તેમજ તેનાથી ભવિષ્યમાં થનાર ફાયદાઓ વિશેની ખૂબ જ ઉપયોગી માહિતી આપી. લીલા શાકભાજી, વિવિધ પ્રકારની ભાજી, કઠોળ અને સ્થાનિક ફળોનાં પ્રદર્શન થી બહેનોને માહિતગાર કરવામાં આવ્યાં. અંતમાં સંસ્થાના પ્રતિનિધિ વાસુદેવભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યાે હતો.*