ખેડબ્રહ્મામાં મસાલાના પેકેટ સાથે વેપારી પકડાયો

(હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા), કોરોનાવાયરસ ના આક્રમણ સામે જ્યારે સમગ્ર સરકારી તંત્ર કામે લાગી ગયું છે. ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ પોલીસ, વહીવટી કર્મચારીઓ તથા શિક્ષકો કામે લાગી ગયેલ છે અને પોતાના જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મેદાને પડયા છે.
જિલ્લા કલેકટર દ્વારા બહાર પડાયેલ જાહેરનામાનો અમલ હોવા છતાં તમાકુ અને તેની બનાવટો પર પ્રતિબંધ હોવા છતાં ખેડબ્રહ્મા શહેરમાં અમુક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી એકના ડબલ અને ચાર ગણા કરવા માટે આવી પ્રતિબંધિત વસ્તુઓ વેચી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસને મળેલ બાતમીના આધારે તપાસ કરતા ખેડબ્રહ્મા શહેર માં ધીરેન્દ્ર ભવરલાલ કોઠારી નામનો નો વેપારી તેની માલીકીની દુકાનમાં જલવા મસાલા પેકેટ વેચી રહ્યા છે તેવી માહિતીના આધારે તપાસ કરતો આ વેપારીના તેની માલિકીની દુકાનમાંથી જલવા મસાલા પેકેટ નંગ 5 કિંમત રૂપિયા 400 પકડાતો ખેડબ્રહ્મા પી.એસ.આઇ. શ્રી વિ.બી. પટેલે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.