ખેડબ્રહ્મામાં હાઇવે રોડ પર બોલેરો ડિવાઇડર સાથે ટકરાતાં એકનું મોત, એકને ઈજા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં હાઇવે રોડ પર ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસ આગળ ગઈકાલે તારીખ ૨૪ -૬-૨૦૨૪ ની રાત્રે ૯ઃ૦૦ કલાકે કોઈલાપુર ગામ તાલુકો દાંતા જીલ્લો બનાસકાંઠાના અશોકજી બાબુજી વાઘેલા (ઠાકોર)
તેમના કબજાનું મહેન્દ્ર કંપનીનું પીકપ બોલેરોને બેફામ ઝડપે ગફલત ભરી રીતે ચલાવી ડિવાઇડર સાથે અથડાવતાં બોલેરો ગાડીમાં બેઠેલ પરબતજી માણકાજી વાઘેલા ઠાકોરની માથાના વાગે ગંભીર ઇજાઓ થતો તેમનું મોત થયું હતું.
તથા બીજા અર્જુનજી પ્રતાપજી વાઘેલા (ઠાકોર) ને શરીરે વધતા ઓછી જાઓ થતો તેમની સારવાર અર્થે લઈ ગયેલ આ બનાવ બનતો જગાજી માણકાજી વાઘેલા ઠાકોર ઉ.વ. ૪૨ રહેવાસી કોયલા પુર તાલુકો દાંતા વાળાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ચાલક અશોકજી બાબુજી વાઘેલા ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપી હતી જેની તપાસ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અહેગો સુનિલ કુમાર કાંતિભાઈ કરી રહ્યા છે.