ખેડબ્રહ્મા પોલીસ દ્વારા રાધિવાડ ગામેથી 20 લિટર દારૂ પકડાયો
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા રાધિવાડ ગામેથી 20 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અપોકો મહેન્દ્ર ભાઈ રામજીભાઈ, અપોકો અહેકો જયદીપભાઇ જીતાભાઈ, અપોકો રણજીતસિંહ કચરસી, તથા અ.પો.કો વિકાસ કુમાર મહેન્દ્રભાઈ વિગેરે બીટ નંબર એક માં પ્રોહિબીશન પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા રાધીવાડ ગામે જતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાધીવાડ ના તળાવ માં કોઈ દેશી દારૂ વેચી રહ્યા છે તે બાતમી આધારે તળાવમાં ગાડા બાવળની ઝાડીમાં તપાસ કરતો પરેશકુમાર મનુભાઈ પારગી પકડાઈ ગયો હતો.
અને બીજો આરોપી મનહરસિંહ સોલંકી હાજર મળી આવ્યો ન હતો. પરેશ ગમાર પાસેથી દેશી દારૂ લીટર 10 કિંમત રૂપિયા 200 નો પકડાઈ જતો અપોકો મહેન્દ્ર ભાઈ રામજીભાઈ એ પ્રોહિબીશન એક્ટ અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.