ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમે ભકતો ઉમટયા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે કોરોના સમયને કારણે મેળો બંધ રાખવા છતાં મોટી સંખ્યામાં માઇ ભકતો મા અંબાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. કોરોના કાળ પહેલા ભાદરવી પૂનમે મંદિર સંકુલમાં મેળામાં બનતી ખાણીપીણીની, રમકડાની તથા અન્ય જીવન જરૂરિયાતની દુકાનો ન બનવા છતાં પણ મા અંબાને જ માનવા વાળા હજારો માઇભકતો માં અંબા ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
અગાઉની પૂનમોએ અંબાજી જતા દરેક હાઈવે અને રસ્તાઓ ઉપર પદયાત્રીઓ તથા વાહનો દ્વારા જનારા લોકો માટે સેવા કેમ્પો કરાતા હતા અને આવા સેવા કેમ્પો માં ચા નાસ્તો ભરપેટ જમવાનું સ્વાસ્થ્ય સેવાઓ વિગેરેની નિશુલ્ક સેવાઓ આપતા હજારો સેવા કેમ બનતા હતા
જે સેવા કેમ્પો પણ ન હોવા છતાં પણ માઇભકતો મોટી સંખ્યામાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ખેડબ્રહ્મા તથા અંબાજી મા અંબાના દર્શન કરવા પહોંચ્યા છે. ખેડબ્રહ્મા અંબિકા મંદિરે આવનારા માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખેડબ્રહ્મા અંબિકા મંદિર ટ્રસ્ટ તથા ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પૂનમના અગાઉના દિવસોમાં થી જ સુવિચારૂ આયોજન કરાયું હતું. જય અંબે.