ખેડબ્રહ્મા કોલેજમાં રોજગાર ભરતી મેળો યોજાયો

(તસ્વીર – હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ના ઉદિશા પ્લેસમેન્ટ સેલ અને વેલસ્પન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૮ -૭-૨૦૨૧ ને બુધવાર ના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં કાર્યકારી આચાર્યશ્રી ડૉ. વી.સી. નિનામાએ આગંતુક મહેમાનો નું સ્વાગત કર્યું હતું અને આ મેળાને સાર્થક બનાવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કોલેજના પૂર્વ પ્રિન્સિપલ એન.ડી. પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું વેલસ્પન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંજાર ના અધિકારી શ્રી મોતીભાઈ મકવાણાએ કંપનીની વિગતવાર માહિતી
તેમજ નોકરીની શરતો અને કર્મચારીઓને આપવામાં આવતી સગવડોની વિશેષ માહિતી આપી હતી આ રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી કુલ ૧૬૫ ઉમેદવારોને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું આ તમામ ઉમેદવારોને કંપની તરફથી ઓફર લેટર પણ આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર અધ્યાપક ડોક્ટર એમ બી પરમાર, ડૉ. હરપાલસિહ ચૌહાણ તથા ડૉ આર જે દેસાઈએ કર્યું હતું