ખેડબ્રહ્મા તપોધન બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન તથા જનોઈ મહોત્સવ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ચાંપલપુર બારગામ તપોધન બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા સંવત ૨૦૭૬ મહા સુદ પાંચમ ને ગુરૂવાર તારીખ 30-1- 2020 ના શુભદિને 48 મો સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞો પવિત સંસ્કાર મહોત્સવ યોજાયો. આ મહોત્સવમાં બે લગ્ન તથા 11 બટુકોને યજ્ઞો પવિત સંસ્કાર અપાયા હતા, જનોઈ ધારણ કરનાર બટુકો અને નવદંપતીઓને દાતાશ્રી દ્વારા ભેટ અપાઇ હતી.
સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તથા વ્યવસ્થાપક સમિતિના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજવાડીમાં નવીન બનાવાયેલ હોલ નું અનાવરણ રાવલ શંકર છગનલાલ ના હસ્તે અને સમાજના વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સત્કાર સમારંભમાં સમાજના ભાઈઓ અને બહેનો તથા વડીલો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.