ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ
(તસ્વીર ઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠા મા. ડો. રાજેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરી ખેડબ્રહ્મા દ્વારા કોરોના રસીકરણ માટે જન જાગૃતિના હેતુથી આરોગ્ય સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, અને આઇ.સી.ડી.એસ. સ્ટાફ કર્મચારીઓ દ્વારા તા. ૧૭-૦૬-૨૧ ના રોજ સવારે બાઇક રેલીનુ આયોજન કરવામાં આવેલ.
પ્રાન્ત કચેરી ખેડબ્રહ્મા ખાતેથી મા. પ્રાન્ત ઓફિસર શ્રી હાર્દ યુ.શાહ સાહેબ દ્વારા લીલી ઝંડી આપી બાઈકરેલીને પ્રસ્થાન કરાવાયેલ. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી આર.ડી ગોસ્વામી, મામલતદાર જી.ડી. ગમાર,, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્રીગુણાબેન પંડ્યા તેમજ અન્ય અધિકારીઓએ હાજર હાજર રહી રેલીને સફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવેલ આ રેલી દ્વારા ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન ખેડબ્રહ્માના વિસ્તારમાં બાઇક રેલી દ્વારા જન જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવેલ.
ગ્રામજનો દ્વારા પણ ઉત્સાહભેર રેલીનું સ્વાગત કરી રસીકરણમાં સહકાર આપવાની બાંહેધરી આપવામાં આવેલ. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ રેલી દરમિયાન હાજરી આપી હતી. રેલી દરમિયાન કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવામાં આવ્યું હતું.