ખેડબ્રહ્મા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો નિમાયા
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં અર્બુદા સમાજવાડી માં તારીખ 6 ના રોજ સાંજે ચાર વાગ્યે ખેડબ્રહ્મા શહેર તથા તાલુકાના ભાજપના હોદ્દેદારોની ત્રણ વર્ષની મુદત પૂરી થતો નવી ટર્મ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. ખેડબ્રહ્મા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સુરેશભાઈ પી.પટેલ તથા મહામંત્રી તરીકે 1. હિતેન્દ્રસિંહ કરણસિંહ ચૌહાણ 2. મકવાણા બકાભાઈ નેતાભાઈ ની વરણી કરાઈ હતી.
ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટી માટે શહેર પ્રમુખ તરીકે અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ રાવલ, મહામંત્રી તરીકે 1.ધર્મેન્દ્ર કુમાર રમેશભાઈ મહેતા તથા. પ્રશાંતકુમાર લાલાભાઇ પટેલની વરણી કરાઈ હતી.
સંગઠનની આ સંરચના માટે ભાજપ પ્રદેશ માંથી મંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા જિલ્લામાંથી ચંદુભાઈ પટેલ જશુભાઇ પટેલ, તખતસિંહ હડીયોલ ભાટી સાહેબ, નટવરસિંહ નગરપાલિકા પ્રમુખ જનક બેન પટેલ, ઉપ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા વરાયેલા તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ તથા મંત્રીઓને તમામ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.