ખેડબ્રહ્મા પાસે હાઈવે રોડ પર ઈકો ગાડીની ટક્કરે લાંબડીયાના યુવાનનું કરૂણ મોત
ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા ઇકો ચાલકે એક ૧ એકટીવા ચાલક યુવાનને પાછળથી ટક્કર મારતા કરૂણ મોત નિપજયું હતું.
ખેડબ્રહ્મા શહેર થી અંબાજી હાઈવે પર ત્રણેક કિલોમીટર દૂર ઝગમેર કમ્પા પાસે આવેલ કારગિલ પેટ્રોલ પંપ પાસે પોશીના તાલુકાના લોબડીયા ગામનું ૧૮ વર્ષનો આશાસ્પદ યુવાન નામે નીલકંઠકુમાર જગદીશભાઈ મકવાણા તેના પોતાના કબજાની એકટીવા નંબર GJ-09-7289 પર ખેડબ્રહ્મા શહેરમાં પોતાનું કામ પતાવી પરત પોતાના વતન લોબડીયા ગામે જઇ રહ્યો હતો
ત્યારે કોઈ અજાણ્યો ચાલક તેના કબજાની ઈકો ગાડી પૂરઝડપે તથા બેજવાબદારીપૂર્વક ચલાવી એક્ટીવા પર આગળ જઈ રહેલ નીલકંઠ કુમાર મકવાણાને પાછળથી ટક્કર મારી આશરે 300 ફૂટ ઘસડી ગઇ એક્ટિવા ચાલકનું ડિવાઈડર સાથે માથું પછાડતા તેને ગંભીર શારીરિક ઇજાઓ થતા એક્ટિવા ચાલકનું સ્થળ પર પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવ બનતા નરેન્દ્રકુમાર ચુનીભાઇ મકવાણા રહેવાસી લોબડીયા એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી. જેની તપાસ ખેડબ્રહ્મા પો.સ.ઇ શ્રી વી.બી.પટેલ કરી રહ્યા છે.